
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. અહીં ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમાયેલ ત્રણ મેચમી ટી20 સિરીઝમાં 1-1 થી ડ્રો થઇ હતી. ત્યાર બાદ કે એલ રાહુલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝ પણ 2-1 થી જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે ભારત સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમવા જઇ રહી છે ત્યારે પહેલી ટેસ્ટ મેચમાં વિકેટ કીપિંગ કોણ કરશે, કે એલ રાહુલ કે પછી ભરત તે અંગે અનેક અટળો વચ્ચે રાહુલ દ્વવિડે આ આંગે એક ખૂલાસો કર્યો છે.
ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચની સીરીઝ રમવા જઇ રહી છે. સીરીઝની પહેલી મેચ 26મી ડિસેમ્બરના રોજ સેન્ચુરિયનમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં રમાશે.
ટેસ્ટ મેચના પહેલાં જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ઇશાન કિશન કેટલાંક વ્યક્તિગત કારણોસર ટેસ્ટ સીરીઝ રમાવાનો નથી. એટલે કે હવે તે ટેસ્ટ સીરીઝમાંથી બહાર છે. અને ઇશાનની જગ્યાએ વિકેટકીપર કે એસ ભરતને લેવામાં આવ્યો છે.
હવે ભરત ઉપરાંત કે એલ રાહુલ ટીમમાં બીજા વિકેટ કિપર છે. ત્યારે આવા સમયે ફેન્સના મનનમાં એ પ્રશ્ન આવી રહ્યો છે કે, પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ માટે વિકેટકીપીંગ કોણ કરશ? ત્યારે હવે તેનો જવાબ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવીડે જ આપી દીધો છે. એમણે સેન્ચુરિયન ટેસ્ટ મેચના પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કે. એલ. રાહુલ વિકેટરકીપીંગ માટે પૂર્ણ રીતે તૈયાર છે.
દ્રવીડે કહ્યું કે, આ એક રોમાંચક પડકાર છે. ઇશાનની ગેરહાજરીમાં અમારી પાસે સિલેક્ષન માટે કેટલાંક કીપર હતાં. પણ રાહુલ કીપીંગ માટે તૈયાર છે. અમે સમઝી શકીએ છીએ કે રાહુલે આ અગાઉ લાંબા ફોર્મેટમાં કીપીંગ કરી નથી. પણ તેમણે વનડેમાં કીપીંગ કરી છે. જોકે આ તેમના માટે પણ પડકારજનક રહેશે.
દ્રવીડે વધુમાં કહ્યું કે, કે એલ રાહુલે છેલ્લાં 5-6 મહિનામાં ઘણી વિકેટકીપીંગ કરી છે. જેમાં તેમણે સ્પિનની જગ્યાએ ફાસ્ટ બોલીંગની સામે કીપીંગ કરી છે. તેથી તેમની માટે ટેસ્ટમાં પણ કીપીંગ કરવું સહેલું રહેશે. એમના જેવો પ્લેયર ટીમમાં હોવો એ ખૂબ સારી વાત છે. જે બેટીંગ ની સાથે સાથે કીપીંગ પણ કરી શકે છે.