આમચી મુંબઈટોપ ન્યૂઝ

Income Tax વિભાગે સપાટો બોલાવ્યો, ટેક્સ નહિ ભરનારાઓ પાસેથી વસૂલ કર્યા આટલા કરોડ

મુંબઇ: દેશમાં ઇન્કમટેક્સ(Income tax)રિર્ટન ફાઇલ કરનારાની સંખ્યા વધારવા માટે નાણાં મંત્રાલય અનેક પ્રયાસો કરી રહ્યું છે. તેમજ તેની માટે ઇન્કમટેકસ્ વિભાગે સરળ ફોર્મ અને ઓનલાઈન ફાઈલિંગ જેવી સુવિધાઓ પણ વિકસાવી છે. જોકે, તેમ છતાં ટેક્સ પાત્ર આવક ધરાવતા હોવા અનેક લોકો રિટર્ન ફાઇલ નથી કરતાં. જોકે આખરે ઇન્કમટેકસ્ વિભાગે પણ આવા કરદાતાઓ પાસેથી 20 મહિનામાં 37,000 કરોડની માતબર રકમની વસૂલાત કરી છે.

છેલ્લા 20 મહિનામાં વસૂલી રકમ

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉચ્ચ મૂલ્યના વ્યવહારોનું વિશ્લેષણ કર્યા પછી આવા લોકોની ઓળખ કરવામાં આવી હતી. આ ખર્ચ રોકડમાં કરવામાં આવ્યો હતો. આ લોકોએ 2019-20 દરમિયાન જેમ્સ અને જ્વેલરી, પ્રોપર્ટી અને લક્ઝરી હોલિડેની ખરીદી પર ભારે ખર્ચ કર્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ મીડીયાને જણાવ્યું હતું કે આ એવા કિસ્સા છે કે જ્યાં લોકો મોટી ખરીદી કરવા છતાં ટેક્સ રિટર્ન ફાઇલ કરતા ન હતા. વિભાગે છેલ્લા 20 મહિનામાં તેમનો સંપર્ક કર્યો હતો.

તેમના ખર્ચ પેટર્ન અને IT રિટર્નમાં અનિયમિતતા

અધિકારીએ જણાવ્યું હતું કે વ્યાપક અને વધુ કડક ટેક્સ કલેક્શન અને ડિડક્શન એટ સોર્સ (TDS)ના લીધે ઉચ્ચ મૂલ્યના વ્યવહારોને ટ્રેક કરવામાં મદદ મળી છે. આ એવા વ્યવહારો હતા જે કોઈક રીતે કર સત્તાવાળાઓની નજરથી બચી ગયા હતા. આવા ઘણા કિસ્સાઓ પણ છે જેમાં લોકોએ ભારે ખર્ચ કર્યો અને ટેક્સની જવાબદારી હોવા છતાં, શૂન્ય આવક જાહેર કરતા રિટર્ન ફાઈલ કર્યું. અધિકારીએ જણાવ્યું હતું કે રૂપિયા 37,000 કરોડમાંથી, રૂપિયા 1,320 કરોડ લોકો પાસેથી વસૂલ કરવામાં આવ્યા હતા જેમણે ઊંચા મૂલ્યના વ્યવહારો કર્યા હતા. વિભાગ એવા કરદાતાઓનો સંપર્ક કરી રહ્યું છે તેમના ખર્ચ પેટર્ન અને IT રિટર્નમાં અનિયમિતતા છે.

આ પણ વાંચો : રાજકોટની બિલ્ડર લોબીને ધમરોળતું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ

રૂપિયા 5.10 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સ

ઇન્કમટેક્સ વિભાગે કરચોરી શોધવા માટે ડેટા અને એનાલિટિક્સનો ઉપયોગ કરી રહ્યું છે અને આવી વ્યક્તિઓને ઓળખવા માટે નાણાકીય વર્ષ 2021 થી નોન-ફાઈલર મોનિટરિંગ સિસ્ટમ તૈનાત કરી છે. અધિકારીએ કહ્યું કે બહુવિધ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત ડેટા ટેપ અને સિંક્રનાઇઝ કરવામાં આવી રહ્યો છે. આનાથી વિભાગને કરચોરીની ઓળખ કરવામાં અને આવા લોકોને પકડવાનું સરળ બને છે. સત્તાવાર ડેટા અનુસાર, એપ્રિલ-નવેમ્બરમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 15.4 ટકા વધીને રૂપિયા 12.10 લાખ કરોડ થયું છે. તેમાં રૂપિયા 5.10 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સ અને રૂપિયા 6.61 લાખ કરોડનો નોન-કોર્પોરેટ ટેક્સ સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button