આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6 યુવકના હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં અમરેલી, જામનગર, દ્વારકા આ ત્રણેય જિલ્લાઓમાં એક જ દિવસમાં સામે આવેલી હાર્ટ એટેકની ઘટનાઓમાં 6 લોકોના મોત નીપજ્યા છે. અમરેલીમાં 2, જામનગરમાં 2 અને દ્વારકા જિલ્લામાં 2 લોકોએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે. જેને પગલે પરિવારમાં માતમ છવાયો છે.

જામનગરમાં ગઇકાલે એક રિક્ષાચાલકને ચાલુ ડ્રાઇવિંગએ હાર્ટ એટેક આવી જતા તેઓ રસ્તા પર પટકાયા હતા અને મોત નીપજ્યું હતું. આજની ઘટનામાં 23 વર્ષીય યુવાને રામાપીરના આખ્યાન દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. જામનગર નજીક આવેલા પીપળી પાટિયા પાસે એક ટ્રકચાલકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં હાર્ટ એટેકથી 2 ખેડૂતોના મોત નીપજ્યા છે. ખેતીકામ કરતા સમયે જ કાર્ડિયાક એરેસ્ટને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. અમરેલીના રાજુલામાં એક ખેલૈયાને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું હતું.

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય છે. સામાન્ય દિનચર્યા સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરતા કરતા યુવાનો હાર્ટ એટેકના કારણે મોતને ભેટે છે જે આશ્ચર્યની વાત છે. કેટલાક કિસ્સાઓમાં તો ગરબાની પ્રેકટિસ કરતા યુવાનો, કસરત કરતા કે ક્રિકેટ રમતા યુવાનોમાં હાર્ટ એટેક આવી જતા મૃત્યુ પામતા હોવાની ઘટનાઓ બની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button