
મોસ્કો/નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયને રશિયા સામે ફરી કેટલાક પ્રતિબંધો લગાવ્યા હતા. જેમાં ગુજરાતની વાડીનાર ઓઇલ રિફાઇનરીને પ્રથમ વખત નિશાન બનાવવામાં આવી હતી. આ રિફાઇનરીને નાયરા ઓપરેટ કરે છે, જેમાં રશિયન સરકારની માલિકીની ઓઈલ કંપની રોસનેફ્ટની 49.13 ટકા હિસ્સો છે.
આ પ્રતિબંધનો ઉદ્દેશ રશિયાને ઓઈલ નિકાસથી થતી આવક ઘટાડવાનો અને યુક્રેન યુદ્ધ માટે નાણાકીય સંસાધનો મર્યાદિત કરવાનો છે. ઉપરાંત, ભારતીય જહાજોના ફ્લેગ રજિસ્ટ્રીને પણ નિશાન બનાવાયા છે.
આપણ વાંચો: પ્રાસંગિક: ટ્રમ્પની મેડનેસમાં મેથડ છે?
રશિયા પર અત્યાર સુધીનું સૌથી મોટો પ્રતિબંધ
ઈયુની વિદેશ નીતિના પ્રમુખ કાજા કલાસે કહ્યું, કોઈ ભારતીય રિફાનરી અને ભારતીય ધ્વજ વાળી રજિસ્ટ્રીને પ્રતિબંધિત કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. તેમણે પોસ્ટ કરીને કહ્યું, યુરોપિયન યુનિયને રશિયા પર અત્યાર સુધીનું સૌથી મોટા પ્રતિબંધ પેકેજ મંજૂર કર્યું છે. અમે શેડો ફ્લીટ જહાજો, તેમના સહયોગીઓ, રશિયન બેંકોની નાણાકીય પહોંચ પર કાર્યવાહી કરી રહ્યા છીએ.
નોર્ડ સ્ટ્રીમ પાઈપલાઈન પર પૂર્ણ પ્રતિબંધ લગાવામાં આવશે. અમે રશિયન સૈન્ય ઈન્ડસ્ટ્રી, પ્રતિબંધોને ચકમો આપવામાં લાગેલી ચાઈનીઝ બેંકો અને ડ્રોનમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી ટેકનિકને પણ નિશાન બનાવી રહ્યા છીએ.
આપણ વાંચો: ભાત ભાત કે લોગઃ ટેરિફ વોરથી વર્લ્ડ વોર: અમેરિકા ખરેખર કેટલું પાણીમાં છે?
ગમે તેમ કરીને રશિયાને પીછેહઠ કરવાની યોજના
ક્લાસે એમ પણ સ્પષ્ટ કર્યું કે, પ્રથમ વખત કોઈ ફ્લેગ રજિસ્ટ્રી અને ભારતની એક મોટી રિફાઈનરીને પણ પ્રતિબંધિત લિસ્ટમાં મૂકવામાં આવી છે.
તેમણે કહ્યું, અમે પ્રથમ વખત કોઈ ફ્લેગ રજિસ્ટ્રી અને ભારત સ્થિતિ રોસનેફ્ટની સૌથી મોટી રિફાઈનરીને નિશાન બનાવી રહ્યા છીએ. રશિયા પાસે પીછેહઠ કરવા સિવાય કોઈ રસ્તો બાકી ન રહે ત્યાં સુધી અમે ગાળિયો ભીંસતા રહીશું.
આપણ વાંચો: વેનેઝુએલાની પ્રજાનો સખત વિરોધ છતાં ધરાર સત્તારૂઢ થયા નિકોલસ મદુરો
રશિયાની કંપની રોસનેફ્ટની 49.13 ટકા હિસ્સો છે
યુરોપિયન યુનિયને ભલે રિફાઈનરીનું નામ જાહેર ન કર્યું હોય પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે, આ પ્રતિબંધ ગુજરાતના વાડીનાર સ્થિત નાયર એનર્જી લિમિટેડની રિફાઈનરી પર લગાવાયો છે.
આ રિફાઈનરી સૌથી પહેલા એસ્સાર ઓયલ દ્વારા બનાવામાં આવી હતી અને તેમાં રશિયાની સરકારી ઓઈલ કંપની રોસનેફ્ટની 49.13 ટકા હિસ્સો છે. વાડીનાર રિફાઈનરી ભારતની બીજી સૌથી મોટી રિફાઈનરી છે અને તે રશિયન ક્રૂડ ઓઈલનું પ્રોસેસ કરીને યુરોપમાં ડીઝલ અને જેટ ઈંધણ જેવા ઉત્પાદનોના નિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવે છે.
નાયરા એનર્જીમાં રશિયન સરકારનો મોટો હિસ્સો છે
વાડીનાર રિફાઈનરીને ભારતમાં નાયરા એનર્જીથી ચલાવવામાં આવે છે. નાયરા એનર્જીમાં રશિયન સરકારનો મોટો હિસ્સો છે. આ રિફાઈનરી રશિયાના ક્રૂડ ઓઈલ પર ખૂબ નિર્ભર છે. 2023માં આ રિફાઈનરીએ 82 અબજ બેરેલ રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. જે તેના કુલ પુરવઠાના આશરે 57 ટકા હતું.