ડ્રગ્સનો સિલ્કરુટ: Gandhidhamથી મળી આવ્યું 120 કરોડનું બિનવારસું ડ્રગ્સ
ગાંધીધામ: ગુજરાતમાં ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના ગાંધીધામના ખારીરોહર પાસેથી 120 કરોડનું 11 કિલો કોકેઈન ઝડપાયું છે. સ્થાનિક પોલીસે કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત કરોડોમાં અંકાઇ રહી છે. પૂર્વ કચ્છ પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ આદરી હતી, હાલ પોલીસે ડ્રગ્સનો બિનવારસું જથ્થાને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતની સરહદથી લઈને દરિયા કિનારાના પ્રદેશો જાણે ડ્રગ્સની હેરાફેરી માટે સિલ્ક રુટ બની ગયા હોય તેમ કચ્છના દરિયાઈ સીમામાં માદક પદાર્થો મળી આવતા હોય છે. આજે પૂર્વ કચ્છ પોલીસને ગાંધીધામ નજીકના વિસ્તારમાં ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે ખારીરોહર નજીક તપાસ કરી હતી. આ દરમિયાન 11 કિલો બિનવારસું કોકેઈન ઝડપાયું છે. હાલ પોલીસે આ જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ વર્ષે જૂન મહિનામાં જ ગુજરાત એટીએસએ ખારી રોહર નજીકથી જ કોકેઈનના 13 પેકેટ ઝડપી પાડયા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પ્રતિ કિલોગ્રામ 7થી 8 કરોડ રૂપિયા જેટલી હતી. ગુજરાત ATSએ સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠી રોહર નજીક દરિયાની ખાડીમાંથી મળી આવેલા 80 કિલો કોકેઇનના પેકેટ મળી આવ્યા હતા.
Also Read –