વિદ્યાર્થીઓએ સંસ્થાનું ઋણ ચૂકવ્યું: IIT Bombayના પૂર્વ વિદ્યાર્થીઓએ આપ્યું 57 કરોડ રુપિયાનું દાન

મુંબઇ: આપણા પુરાણોમાં અને પૌરાણી વાર્તાઓમાં આપણે ગુરુ દક્ષિણાની વાત સાંભળી છે. એકલવ્ય જેવા વિદ્યાર્થીએ તો ગુરુ દક્ષિણા રુપે પોતાનો અંગૂઠો પણ આપી દીધો હતો. ત્યારે કલયુગના કેટલાંક વિદ્યાર્થીઓએ અંગૂઠો તો નહીં પણ પોતે જે સંસ્થામાં ભણ્યા છે એ સંસ્થાનો સૌથી મોટી આર્થિક મદદ કરી છે. IIT બોમ્બેના પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની આ માતૃ સંસ્થાને 57 કરોડ રુપિયાનું દાન આપ્યું છે. આઇઆઇટીના ઇતિહાસમાં વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ આ સૌથી મોટી રકમ છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બેને કરોડો રુપિયા દાનમાં મળ્યા હોવાની જાણકારી સંસ્થા દ્વારા આપવામાં આવી છે. અનેકવાર કેટલીક સંસ્થાઓ અને કંપનીઓ પાસેથી આઇઆઇટી બોમ્બેને દાન મળે છે. પણ આ વખતે ખાસ વાત એ છે કે આ વખતે દાન કોઇ સંસ્થા કે કંપની નહીં પણ જાતે આઇઆઇટી બોમ્બેના પૂર્વ વિદ્યાર્થીઓએ આપ્યું છે.
આઇઆઇટી બોમ્બેની 1998ની બેચના સિલ્વર જ્યુબલિ મહોત્સવ નિમિત્તે થેયલ રિયુનિયનમાં ભેગા થયેલા વિદ્યાર્થીઓએ પોતાની માતૃ સંસ્થાને 57 કરોડ રુપિયાનું દાન આપી ઇતિહાસ રચ્યો છે.
અગાઉ 1971ની બેચે સિલ્વર જ્યુબલિ મોહત્સવના ભાગ રુપે સંસ્થાને 41 કરોડ રુપિયા દાન સ્વરુપે આપ્યા હતાં. સંસ્થા 200થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓએ 2023માં મળેલ 57 કરોડ રુપિયાના દાનમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ અંગે વાત કરતાં એક પૂર્વ વિદ્યાર્થીએ કહ્યું હતું કે, અમારી બેચના અનેક વિદ્યાર્થીઓ મોટી સ્ટાર્ટઅપ કંપની, મલ્ટીનેશનલ કંપની, સામાજીક સંસ્થાઓ અને એનજીઓ મળીને 100થી વધુ શહેરોમાં કાર્યરત છે. સંસ્થઆની કેટલીક ખાસ યાદોએ અમને એક બીજા સાથે બાંધી રાખ્યા છે.