આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો દબદબો યથાવત: IFFCOમાં બિપિન ગોતાને હરાવી જયેશ રાદડિયાની જીત

અમદાવાદ: ભારે ચર્ચાનું કેન્દ્ર રહેલી ઇફકોની ચૂંટણીના પરિણામ (IFFCO Election)જાહેર થઇ ચુક્યા છે. ભાજપનાં મેન્ડેટ વાળા ઉમેદવાર બિપિન ગોતાને હરાવીને સહકારી ક્ષેત્રના મોટા નેતા ગણાતા જયેશ રાદડીયાની (Jayesh Radadiya) જીત થઇ છે. ભાજપના મેન્ડેટ વગર જ ચૂંટણી લડેલા જયેશ રાદડિયાની જીત થતા સહકારી ક્ષેત્રમાં રહેલ તેમનું પ્રભુત્વ યથાવત રહ્યું છે.

જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જયેશ રાદડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. તાજેતરમાં ઈફકો ચૂંટણીની મત ગણતરી (IFFCO Election Director) શરૂ કરવાામાં આવી છે.

ઈફકોના 182 મતદારો પૈકી 180 મતદારોએ મત આપ્યો છે. તેની સાથે પહેલી મત ગણતરીની (IFFCO Election Director) બોક્સ પણ ખુલી ગયું છે. તે ઉપરાંત આ વખતે ઈફકો માટે (IFFCO Election Director) જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા અને બિપિન પટેલ ઉમેદવાર તરીકે સામે આવ્યા હતા. આ બંને નેતા ભાજપના માનવામાં આવે છે.

આ વખતે ઈફકોની ચૂંટણીમાં ભાજપ દ્વારા બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું. ત્યારે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી. તેની સાથે દિલ્હી ખામે જયેશ રાદડિયા દ્વારા 100 થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને પોતાની તરફ કરીને મત આપવા માટે લઈ જવામાં આવ્યા છે. તેની સાથે જયેશ રાદડિયા આ ચૂંટણીમાં વિજય મેળવશે, તેવી કંડોરણાના લોકો દ્વારા કરવામાં આવી છે. ત્યારે પહેલા મત ગણતરીમાં ધારાસભ્ય જયેશ રાદડિયા પહેલા બોક્સની મત ગણતરીમાં આગળ જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button