ટોપ ન્યૂઝનેશનલ

ગૃહિણીઓ જાણો, ICMRએ રસોઈમાં વપરાતા મસાલા મામલે શું આપી સલાહ?

ભારતના ભોજનની ખાસિયત તેના વિવિધ મસાલા છે. દરેક રેસિપી માટે અલગ અલગ મસાલાનું કોમ્બિનેશન છે. દેશ વિદેશમાં ભારતીય ભોજન પ્રસિદ્ધ છે તેનું કારણ ભારતના મસાલા છે. ભારતના મોટા ભાગના મસાલા છે તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ અને ભૌગોલિક રીતે પણ ભોજનમાં ઉમેરાઈ છે. જેમકે ઠંડીમાં આદું-મરીનો વધારે ઉપયોગ થાય છે, ઉનાળામાં તીખું અને તળેલું ખાવામાં આવે છે.

પણ કમનસીબે આ મસાલા આરોગ્ય માટે લાભદાયક બનવને બદલે જોખમી સાબિત થાય તેવા ઘણા અહેવાલો બહાર આવી રહ્યા છે. તાજેતરના સમયમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવાથી, ભારતની ટોચની સંસ્થા – ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ લોકોને પાઉડરને એટલે કે રેડિમેઈડ મળતા તૈયાર મસાલાને બદલે આખા મસાલા ખરીદવાની સલાહ આપી છે. પાવડરમાં ભેળસેળની સંભાવનાને ધ્યાનમાં રાખતા આ સલાહ આપાવમાં આવી છે. આઈસીએમઆરએ બહાર પાડેલી ગાઈડલાઈન અનુસાર મસાલા આખા જ ઉપયોગમાં લેવાય તો પાવડરમાંની ભેળસેળથી બચી શકાય છે.

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે પાઉડર મસાલામાં ભેળસેળ થવાની શક્યતા વધુ હોવાથી, આખા મસાલા, રંગ, કદ અને આકારમાં એકસરખા, પસંદ કરવા જોઈએ. હંમેશા અધિકૃત ઉત્પાદનો ખરીદો. થોડા સમય પહેલા ભારતની જાણીતી બ્રાન્ડના મસાલા વિરુદ્ધ વિદેશમાં ફરિયાદો થઈ હતી ત્યારબાદ આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

ભારતીયોને બહેતર આહાર અને ખોરાકની પસંદગી કરવામાં મદદ કરવા માટે, ICMR એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન સાથે મળીને તમામ ઉંમરના લોકો માટે 17-પ્રકરણની માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે.

આખા મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે. આખા મસાલાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આખા મસાલામાં રહેલા ગુણો પાચનને સારું રાખવામાં મદદ કરી શકે છે. ભેળસેળયુક્ત મસાલાનું સેવન કરવાથી શરીરને અનેક નુકસાન થાય છે. જોકે આજકાલ ભારતીય ભોજનમાં પિસેલા રેડિમેઈડ મસાલાનું ચલણ એટલું વધી ગયું છે કે ફરી પહેલાની રીત પ્રમાણે રસોઈ બનાવવાની પ્રથા અઘરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…