મુંબઇઃ અહીંના વાનખેડે ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાને પચાસ ઓવરમાં પાંચ વિકેટે 291 રનનો સ્કોર કર્યો હતો, જેમાં અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને 143 બોલમાં 129 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ઝદરાને આઠ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 129 રન કર્યા હતા, જ્યારે તેની સાથે વર્લ્ડ કપમાં સદી કરનાર પહેલો બેટર બન્યો છે. અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ઓસ્ટ્રેલિયા સામે ઈતિહાસ રચ્યો હતો.
ઝદરાન સિવાય અફઘાનિસ્તાન વતીથી રહમાનુલ્લાહ ગુરબાઝે 21, રહમત શાહે 30, હશમુતુલ્લા શાહિદી 26, અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 22, મહોમ્મદ નબીએ 12, રાશિદ ખાને 35 રન કર્યા હતા.
વાસ્તવમાં ઇબ્રાહિમ ઝદરાન વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી અફઘાનિસ્તાન તરફથી કોઈ પણ બેટ્સમેન વર્લ્ડ કપમાં સદી ફટકારવામાં સફળ થયો નહોતો.
ઈબ્રાહિમ ઝદરાનની વન-ડે કારકિર્દીની આ પાંચમી સદી છે. ઈબ્રાહિમ ઝદરાને 27 વન-ડે મેચમાં 52.08ની એવરેજથી 1250 રન કર્યા છે. જેમાં તેણે પાંચ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે.
આ વર્લ્ડ કપમાં કોઈપણ અફઘાન બેટ્સમેનનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ સમીઉલ્લાહ શિનવારીના નામે હતો. અગાવ સમીઉલ્લાહ શિનવારીએ સ્કોટલેન્ડ સામે 96 રનની ઇનિંગ રમી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને