કોલકાતાઃ PM મોદી આજે પ. બંગાળમાં છે. તેમણે રાજ્યોને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીને જોવા માટે કોલકાતાના એસ્પ્લેનેડ મેટ્રો સ્ટેશન પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમનું અભિવાદન કર્યું હતું. અહીંના લોકોમાં પીએમ મોદીનો ક્રેઝ જોવા મળ્યો હતો. પીએમ મોદી હવે બારાસતમાં લોકમેદનીને સંબોધિત કરવાના છે. લોકોનો આવો અભૂતપૂર્વ આવકાર જોઇને TMCના તો હોશ જ ઉડી ગયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ઘણા મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો લાઇનનો પણ સમાવેશ થાય છે. PM મોદીએ કોલકાતા મેટ્રોના ઈસ્ટ વેસ્ટ કોરિડોરના હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું જે રૂ. 4,965 કરોડના ખર્ચે બનેલ છે. આ કોઈપણ મોટી નદીની નીચે દેશની પ્રથમ પરિવહન ટનલ છે. આ વિભાગમાં બનેલું હાવડા મેટ્રો સ્ટેશન પણ દેશનું સૌથી ઊંડાણમાં (ભૂગર્ભમાં એકદમ ઊંડાણમાં) આવેલું સ્ટેશન હશે. ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે એસ્પ્લેનેડથી હાવડા મેદાન સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટનલનો અન્ડર-રિવર સેક્શન 527 મીટર લાંબો છે અને ટ્રેનને તેને પાર કરવામાં લગભગ 45 સેકન્ડનો સમય લાગશે. અંડરવોટર મેટ્રોના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળાના બાળકો સાથે પ્રવાસ કર્યો હતો.
વડાપ્રધાન મોદીને જોવા માટે કોલકાતાના એસ્પ્લેનેઽ મેટ્રો સ્ટેશન પર લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમનું અભિવાદન કર્યું હતું. અહીંના લોકોમાં પીએમ મોદીનો ક્રેઝ જોવા મળ્યો હતો. પીએમની એક ઝલક મેળવવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોએ ‘મોદી-મોદી’ અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.
#WATCH: Kolkata Metro station echoes with slogans of 'Modi-Modi' and 'Jai Shri Ram'. pic.twitter.com/v6HUljbGSe
— IANS (@ians_india) March 6, 2024
PM મોદી આજે ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસતમાં ભાજપના પશ્ચિમ બંગાળ એકમ દ્વારા આયોજિત ‘નારી બંધન’ (મહિલાસશક્તિકરણ) રેલીને પણ સંબોધિત કરવાના છે. સંદેશખાલીમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા જાતીય સતામણી અને હિંસા સામે વિરોધ કરી રહેલી મહિલાઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. બુધવારે સવારથી જ, સંદેશખાલીની મહિલાઓએ ધમાખલી પાર કરવા માટે જેટી પર ભેગા થવાનું શરૂ કર્યું હતું જ્યાંથી તેઓ રોડ માર્ગે બારાસત પહોંચી હતી. નોંધનીય છે કે સંદેશખાલી મૂળભૂત રીતે ટાપુઓનો સમૂહ છે.
સંદેશખાલીની મહિલાઓએ આશા વ્યક્ત કરી હતી કે તેઓ વડા પ્રધાન સાથે વાત કરશે અને તેમને શાસક પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવેલા તેમની ઉત્પીડન, ળજબરીથી ખેતીની જમીન હડપ કરવી, ખારું પાણી ઉમેરીને ફિશ ફાર્મમાં ફેરવવું અને તેમની સામે જાતીય સતામણીની વાતો પણ જણાવશે. વિરોધ કરી રહેલી એક મહિલાએ જણાવ્યું હતું કે સંદેશખાલીની મહિલાઓને બળજબરી કરવામાં આવી છે.