Indian Navyનું પરાક્રમઃ 11 ઈરાની સહિત આઠ પાકિસ્તાનીઓને બચાવ્યા | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

Indian Navyનું પરાક્રમઃ 11 ઈરાની સહિત આઠ પાકિસ્તાનીઓને બચાવ્યા

નવી દિલ્હી: ભારતીય નૌસેના (Indian Navy) આઇએનએસ શારદા યુદ્ધ જહાજે 31 જાન્યુઆરીએ સોમાલિયાના પૂર્વ કિનારા નજીક એક ઈરાની બોટને પાઇરેટ્સ (લૂટારાઓ)ના હુમલાથી રેસક્યું કરી હતી. ઇન્ડિયન નેવીને ઈરાની બોટ પર હુમલાની જાણ થતાં તરત જ ઍક્શન લઈને સમુદ્ર ઈરાની ઝંડાવાળી બોટને ટ્રેક કરીને રેસક્યું કરવામાં આવી હતી, જેમાં 11 ઈરાની અને આઠ પાકિસ્તાની હતા. ઇન્ડિયન નેવીના આ મિશનની તસવીરો ભારતીય નૌસેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવી છે.

ઈરાની બોટ પર હુમલો થતાં બોટની લોકેશન INS Sharda યુદ્ધ જહાજ પર મોકલવામાં આવી હતી. આ યુદ્ધ જહાજ બોટની લોકેશનને ટ્રેક કરી રેસક્યું મિશન શરૂ કર્યું હતું. મળેલી માહિતી મુજબ આ ઈરાની બોટના લોકોને બે દિવસ સુધી પાઇરેટ્સ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. બે ફેબ્રુઆરી એ આઇએનએસ શારદાએ જહાજની તપાસ કરી હતી.

નેવીએ હેલિકોપ્ટર વડે જહાજ પર ધ્યાન રાખ્યા બાદ નેવીના કમાન્ડોએ ઈરાની બોટ પર રેડ કરી હતી. ઇન્ડિયન નેવીના કમાન્ડોને આવતા જોઈ લૂટારાઓએ હાથ ઉપર કરી સરેન્ડર કર્યું હતું અને ત્યાર બાદ બોટમાંથી 11 ઈરાની અને આઠ પાકિસ્તાનના બંધકોને રેસક્યું કરવામાં આવ્યા હતા. રેસક્યું મિશન બાદ સેટ સોમાલિયાના દરિયાઈ ચાંચિયાઓને પકડી લેવામાં આવ્યા હતા.

દરિયામાં સુરક્ષાને વધારવા માટે ઇન્ડિયન નેવી દ્વારા યુદ્ધ જહાજોને હિન્દ મહાસાગરમાં તહેનાત કરવામાં આવ્યા છે. 2008થી ઈન્ડિયન નેવી દ્વારા એડનના અખાત અને આફ્રિકાના પૂર્વ કિનારાના દેશોમાં એન્ટિ પાયરેસી પેટ્રોલ માટે એક વિશેષ યુનિટ્સ પણ તહેનાત કરવામાં આવ્યા છે. ઇન્ડિયન નેવી દ્વારા અત્યાર સુધીમાં 3,440 જહાજો અને 25,000 કરતાં વધુ લોકોને બનાવવામાં આવ્યા છે.

સમુદ્ર લુટારાઓને રોકવા માટે ભારતીય સેના 25 દેશ અને 40 કરતાં વધુ ઇન્ટરનેશનલ સંસ્થા સાથે મળીને કામ કરી રહી છે, જેથી તેમને દરેક બાબતની સૂચના મેળે છે એવી માહિતી અધિકારીએ આપી હતી. સમુદ્ર ક્ષેત્રની સુરક્ષા કરવા માટે ભારત સરકાર દ્વારા ઇન્ફર્મેશન ફ્યૂઝન સેન્ટર – ઇન્ડિયન ઓશન રિજન (IFC-IOR)ની સ્થાપના કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજોને જીબુટી/એડનની ખાડી, ઉત્તર/મધ્ય અરબી સમુદ્ર/સોમાલિયાના પૂર્વ કિનારે તહેનાત કરવામાં આવી રહ્યા છે.

Back to top button