વડોદરા: આઇપીએલની 15મી તથા 16મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સને અનુક્રમે ચૅમ્પિયન અને રનર-અપ બનાવ્યા પછી હવે 17મી સીઝનમાં પોતાની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સ છેક 10મા નંબર પર રહી જવાની સાથે આ ટીમને સ્પર્ધાની બહાર થતી જોનાર કૅપ્ટન હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટ પછી પણ ન્યૂઝમાં છે. તેની ઍક્ટ્રેસ-પત્ની નતાશા સાથે તેના સંબંધો બગડ્યા હોવાની અફવા વચ્ચે શનિવારે એવું જાણવા મળ્યું હતું કે નતાશા એક એવા શખસ સાથે જોવા મળી જે બૉલીવૂડની ઊભરતી અભિનેત્રી દિશા પટણીનો બૉયફ્રેન્ડ છે.
સર્બિયાની મૉડેલ અને અભિનેત્રી નતાશા સ્ટૅન્કોવિચ મુંબઈમાં બાંદરામાં એક સ્થળે અલેકસૅન્ડર અલેક્સલિક સાથે જોવા મળી હોવાનું કેટલાક રિપોર્ટ પરથી જાણવા મળ્યું હતું. કહેવાય છે કે અલેક્સૅન્ડર અભિનેત્રી દિશા પટણીનો બૉયફ્રેન્ડ છે. અલેકસૅન્ડર ક્યારેક દિશા સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો હતો. શનિવારે બાંદરામાં નતાશા સાથે તે લંચ માટે એક સ્થળે આવ્યો હતો.
નતાશાએ ફોટોગ્રાફરોને કોઈ સવાલનો જવાબ નહોતો આપ્યો. તેણે તેમને માત્ર ‘થૅન્ક યુ સો મચ’ એટલું જ કહ્યું હતું.
નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી પોતાના નામમાંથી ‘પંડ્યા’ અટક કાઢી નાખી છે. બીજું, ટ્વિટરના એક યુઝરે એવો દાવો કર્યો હતો કે હાર્દિક-નતાશાએ છૂટાછેડા લેવાનું નક્કી કરી નાખ્યું છે અને સેટલમેન્ટ તરીકે નતાશાને હાર્દિક ઍલીમની તરીકે પોતાની કમાણીનો 70 ટકા હિસ્સો આપવો પડશે. એક અંદાજ મુજબ હાર્દિક દર મહિને સરેરાશ 1.20 કરોડ રૂપિયા કમાય છે, બીસીસીઆઇ તરફથી વાર્ષિક પગાર તરીકે તેને પાંચ કરોડ રૂપિયા અને આઇપીએલમાં એક સીઝન રમવાના 15 કરોડ રૂપિયા મળે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને