
Gyanvapi Mosque Case: જ્ઞાનવાપીને લઈ ચાલી (Gyanvapi Case) રહેલી કાનૂની લડાઈમાં હિન્દુ પક્ષને (Hindu Side) મોટો ફટકો લાગ્યો છે. વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેકે હિન્દુ પક્ષની એએસઆઈ સર્વેની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.
જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ (Vijay Shankar Rastog) કહ્યું, કોર્ટે એએસઆઈ (ASI) દ્વારા સમગ્ર જ્ઞાનવાપી વિસ્તારની સુરક્ષાના વધારાના સર્વેની અમારી અરજી ફગાવી દીધી છે. અમે આ ફેંસલા સામે હાઈકોર્ટમાં જઈશું. કોર્ટમાં હિન્દુ પક્ષે જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજ નીચે શિવલિંગનો (Shivling) દાવો કર્યો છે. આ સાથે હિન્દુ પક્ષે ત્યાં ખોદકામ કરીને એએસઆઈ સર્વે કરાવવાની માંગ કરી હતી. હિન્દુ પક્ષની અરજીનો મુસ્લિમ પક્ષે (Muslim side) વિરોધ કરતાં કહ્યું કે, ખોદકામથી મસ્જિદના સ્થળને નુકસાન પહોંચી શકે છે.
આ પણ વાંચો : જ્ઞાનવાપી કેસઃ હાઇ કોર્ટે હિંદુ પક્ષને સર્વે રિપોર્ટ દાખલ કરવા આપ્યો આદેશ
ક્યારે દાખલ કરવામાં આવી હતી અરજી
જ્ઞાનવાપી મસ્જિદનો માલિકી હક મેળવવા માટે વર્ષ 1991માં હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને રામરંગ શર્મા તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. લગભગ બે દાયકા ચાલેલી સુનાવણી બાદ હિન્દુ પક્ષ તરફથી વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બે માંગ રાખવામાં આવી હતી. જેમાં પહેલી માંગ વજૂખાનાનો એેએસાઆઈ સર્વે કરાવવામાં આવે, જેથી ત્યાં શિવલિંગ છે કે ફૂવારો તેની ખબર પડી શકે. હિન્દુ પક્ષનો દાવો છે કે મસ્જિદના મુખ્ય ગુંજબ નીચે 100 ફૂટનું શિવલિંગ છે. આ સ્થિતિમાં શિવલિંગનો દાવાની હકીકત જાણવા માટે મસ્જિદના માળખાને નુકસાન પહોંચાડ્યા વગર ખોદકામ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર વજૂખાનાને સીલ કરવામાં આવ્યું છે.