આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Tourism: ગુજરાતના આ પ્રખ્યાત 4 પર્યટન સ્થળને મળ્યો પ્રતિષ્ઠિત ટુરિઝમ એવોર્ડ

ગાંધીનગર: ગુજરાતના ચાર પ્રખ્યાત પર્યટન સ્થળોને પ્રતિષ્ઠિત ઈન્ડિયા ટુ ડે ટુરિઝમ સર્વે એન્ડ એવોર્ડ 2023 (India Today Tourism Awards) મળ્યા છે. ગુજરાત પર્યટન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ચાર સ્થળોમાં સફેદ રણ(White Desert)નો પણ સમાવેશ થાય છે. કચ્છના વ્હાઈટ ડેઝર્ટની બેસ્ટ આઈકોનિક લેન્ડસ્કેપ્સ કેટેગરીમાં પસંદગી થઈ છે. અહીંની ભાતીગળ પરંપરા તથા રણોત્સવને માણવા પ્રયટન પ્રેમીઓ આ સ્થળે ઉમટી પડે છે.

પાટણની વિખ્યાત રાણીની વાવ(Ranki Stepwell)ની બેસ્ટ હેરિટેજ કેટેગરીનો એવોર્ડ મળ્યો છે. આ વાવની સુંદર નકશીકારી દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. તે જ પ્રકારે એશિયાટિક સિંહો માટે જગવિખ્યાત સાંસણ ગીરને બેસ્ટ વાઈલ્ડલાઈફ એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ સાંસણગીર(Sansan Gir)માં સિંહોના સંરક્ષણ માટે કરવામાં આવતા પ્રયાસો અને વન્યજીવ પ્રેમીઓને નિહાળવા માટે પુરી પાડવામાં આવતી સુવિધાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે.


ચોથો એવોર્ડ વેરાવળમાં આવેલા કાળિયાર (બ્લેકબક) નેશનલ પાર્ક(Blackbuck national Park)ને મળ્યો છે. આ કાળિયાર નેશનલ પાર્કને “બેસ્ટ ઈમર્જિંગ વાઈલ્ડ લાઈફ ડેસ્ટિનેશન” કેટેગરીમાં મળ્યો છે. વેરાવળના આ નેશનલ પાર્કમાં કાળિયારોનું વૈવિધ્યપૂર્ણ પરિસ્થિતીઓમાં કરાતું સંરક્ષણ તથા પ્રાણી પ્રેમીઓને નજીકથી વન્યજીવો અને પ્રકૃતિનું સાંનિધ્ય માણવાની તક પુરી પાડવા માટે આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button