આપણું ગુજરાતટોપ ન્યૂઝ
ગુજરાતની આ બે નગરપાલિકા હવે ‘મહાનગરપાલિકા’ બનશે, નાણાં પ્રધાનની જાહેરાત

ગાંધીનગર: ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં આજે મહત્વની જાહેરાત કરી હતી. કનુભાઈ દેસાઈએ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં વધુ 2 નગરપાલિકાને મહાનગરપાલિકા (Corporation)નો દરજ્જો આપવામાં આવશે. તેમના જણાવ્યા મુજ પોરબંદર-છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને હવે કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે, 2જી ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં રાજ્યની 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. બજેટ સત્ર દરમિયાન નવસારી, મોરબી, ગાંધીધામ, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર–વઢવાણને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
હવે પોરબંદર–છાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ હવે રાજ્યમાં કુલ 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે.