વાહ! GST કલેક્શનના તમામ રેકોર્ડ તૂટ્યા, પ્રથમ વખત રૂ.2 લાખ કરોડને વટાવી ગયું | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

વાહ! GST કલેક્શનના તમામ રેકોર્ડ તૂટ્યા, પ્રથમ વખત રૂ.2 લાખ કરોડને વટાવી ગયું


નવી દિલ્હીઃ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ( GST) મોરચે એક નવો રેકોર્ડ બન્યો છે. એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GSTની આવક વસૂલાત થઈ છે આ આંકડો હવે રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. વાર્ષિક ધોરણે કુલ આવકમાં 12.4 ટકાનો વધારો થયો છે.

રિફંડ પછી નેટ જીએસટી કલેક્શન 1.92 લાખ કરોડ રૂપિયા થયું છે, જે વાર્ષિક ધોરણે 17.1% નો વધારો દર્શાવે છે. એપ્રિલ 2024 માં કેન્દ્ર સરકારે IGSTથી CGSTને 50,307 કરોડ રૂપિયા અને SGSTને 41600 કરોડ રૂપિયા આપીને પતાવટ કરી હતી. નોંધનીય છે કે માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષક ધોરણે 11.5% ના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા થયું હતું

એપ્રિલ 2024 માટે GST-કલેક્શનની વિગતો
CGST (સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) રૂ. 43,846 કરોડ
SGST (સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) રૂ. 53,538 કરોડ
IGST (ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) રૂ. 99,623 કરોડ
CESS (સેસ) રૂ. 13,260 કરોડ


નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ જીએસટી કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ હતું જે અગાઉના વર્ષની રૂ. 20 લાખ કરોડની આવક કરતા વધારે છે અને તે 11.7% નો વધારો દર્શાવે છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ થયું છે જે અગાઉના વર્ષની સરેરાશ 1.5 લાખ કરોડ રૂપિયા કરતા વધારે છે.

સંબંધિત લેખો

Back to top button