આમચી મુંબઈટોપ ન્યૂઝ
સિંગતેલમાં રૂ. 20 નો ચમકારો, આયાતી તેલમાં આગેકૂચ…
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના માર્ચ વાયદામાં 12 રિંગિટનો ઘટાડો આવ્યાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં આયાતી તેલમાં અને મથકો પાછળ દેશી તેલના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : નશાખોર યુવાનોને પાઠ ભણાવવા કલ્યાણ ડીસીપીની અનોખી કાર્યવાહી…
જેમાં 10 કિલોદીઠ કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 40, સોયા રિફાઈન્ડમાં રૂ. 30, સિંગતેલ અને સરસવમાં રૂ. 20 અને આરબીડી પામોલિન તથા સન રિફાઈન્ડમાં રૂ. 10 વધી આવ્યા હતા.
આરબીડી પામોલિનના ડાયરેક્ટ ડિલિવરી ધોરણે 10 કિલોદીઠ ભાવમાં રૂચીના રૂ. 1350, ઈમામીના રૂ. 1340, ગોલ્ડન એગ્રીના રૂ. 1355 અને રિલાયન્સ રિટેલના રૂ. 1368 ક્વૉટ થઈ રહ્યા હતા.