યુએસના જ્યોર્જિયાની સ્કૂલમાં 14 વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, 4ના મોત ૩૦ ઘાયલ
એટલાન્ટા: અમેરિકામાં ગન કલ્ચર (Gun culture in USA) તેનું વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, અવારનવાર બનતી ગોળીબારની ઘટનાઓમાં નિર્દોષો જીવ ગુમાવી રહ્યા છે. એવામાં બુધવારે સવારે નોર્થ જ્યોર્જિયા(Northern Georgia) ની એક હાઈસ્કૂલમાં થયેલા ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. એક 14 વર્ષીય શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
એક અધિકારીએ જણવ્યું કે જ્યોર્જિયાના વિન્ડરમાં અપાલાચી હાઈસ્કૂલ(Apalachee High School)માં થયેલા ગોળીબારમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બેરો કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે,
આ ઘટનાની નિંદા કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડે(Joe Biden)ને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જિલ અને હું ગોળીબારની ઘટનામાં જેમને જીવ ગુમાવ્યા છે, તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ અને વિન્ડરમાં રહેતા લોકોનું જીવન કાયમ બદલાઈ ગયું છે. દેશભરના વિદ્યાર્થીઓ વાંચવા અને લખવાને બદલે ડક અને કવર કરવાનું શીખી રહ્યા છે. આ સામાન્ય ઘટના નથી.” “
જ્યોર્જિયા બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના અધિકારીએ જણાવ્યું કે માર્યા ગયેલા લોકોમાં બે વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. પકડાયેલા શંકાસ્પદની ઓળખ 14 વર્ષીય કોલ્ટ ગ્રે તરીકે કરવામાં આવી છે, જે શાળાનો વિદ્યાર્થી છે. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હોસીએ જણાવ્યું હતું કે કથિત શૂટર પર હત્યાનો આરોપ મૂકવામાં આવશે, અને તેણી સામે એડલ્ટ તરીકે કાર્યવાહી કરવામાં આવશે.
અમેરિકામાં છેલ્લા બે દાયકામાં શાળાઓ અને કોલેજોમાં ગોળીબારની સેંકડો ઘટનાઓ બનો છે. સૌથી ઘાતક ઘાતક ઘટના 2007માં વર્જિનિયા ટેક ખાતે બની હતી, 30 થી વધુ લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડ બાદમાં યુએસ આર્મ્સ લો પર નિયંત્રણ અને યુએસ બંધારણના બીજા સુધારા પર ચર્ચાઓ ઉઠી હતી. જોકે ત્યાર બાદ પણ આવી ઘટનાઓ આટકી નથી, ખાસ કરીને શાળાના માસુમ બાળકો ગન વાયલન્સનો ભોગ બની રહ્યા છે.