આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગરબાને યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સ્થાન મેળે તેવી શક્યતા

આજથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, ખેલૈયાઓ ગરબાના મેદાનમાં ઉતારવા થનગની રહ્યા છે. ત્યારે આ વર્ષે સૌ ગુજરાતીઓનો આનંદ બમણો થાય એવી શક્યતા છે. આ વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને કોવેટેડ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમનટી(આઈસીએચ) માં ગરબાનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બર મહિનામાં બોત્સ્વાનામાં આયોજિત બેઠક દરમિયાન યુનેસ્કોએ ગરબાને આઈસીએચ ટેગ આપવા તૈયારી બાતાવી છે.

સંગીત નાટક અકાદમીના આધિકારીએ જણાવ્યું હતું કે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે યુનેસ્કોની આંતર-સરકારી સમિતિનું 18મું સત્ર 4 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન બોત્સ્વાનાના કસાને ખાતે યોજાવાનું છે. અગાઉ, સભ્ય દેશોની સરકાર પોતપોતાના દેશોમાંથી એકથી વધુ કલાને નોમિનેટ કરી શકતી હતી. પરંતુ છેલ્લા 10 વર્ષથી, કોઈ પણ દેશ બે વર્ષની સાયકલમાં માત્ર એક જ કલાને નોમિનેટ કરી શકે છે. અમે આ સાયકલ માટે આઈસીએચ માટે ગરબા નામાંકિત કર્યા છે.

વિશ્વનો સૌથી લાંબા સમય માટે ચાલતા ડાન્સ ફેસ્ટિવલ ગરબા માટે આઈસીએચ ટેગ મેળવવાના પ્રયાસો ગયા વર્ષે માર્ચ મહિનામાં વડોદરામાં શરૂ થયા હતા. અધિકારીના જણાવ્યા મુજબ, અમે ગયા વર્ષે યુનેસ્કોને ડોઝિયર સુપરત કર્યું હતું. અમે ગયા વર્ષે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ ડીપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી, જેને ભારત સરકાર દ્વારા ગરબાને આઈસીએચનો ટેગ અપાવવા નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ગુજરાતના અધ્યાપકો અને અગ્રણી કલાકારોએ યુએનની એજન્સીના ટેકનીકલ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

યુનેસ્કોને સુપરત કરાયેલ ડોઝિયરમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે ગરબામાં કોઈ ધાર્મિક, રાજકીય કે આર્થિક ભેદ રેખાઓ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ધર્મ, જાતિ, સંપ્રદાય અને તમામ ક્ષેત્રના લોકો ગરબામાં ભાગ લે છે. ગરબાની શરૂઆત એલજીબિટીક્યુ સમુદાયના સભ્યો દ્વારા ધાર્મિક વિધિઓથી થઇ હતી. ગરબા અર્થવ્યવસ્થાને ગતિશીલ બનાવે છે, ગરબા ગારમેન્ટ્સથી લઈને આર્ટિફિશિયલ જ્વેલરી અને હોસ્પિટાલિટી સેક્ટર સુધી વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓનું સર્જન કરે છે. અમે ગરબાને માનવતાના હીતના પરિપ્રેક્ષ્યમાં પ્રમોટ કરી રહ્યા છીએ.

ડિસેમ્બર 2021 માં પેરિસમાં આઈસીએચની સૂચિમાં દુર્ગા પૂજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. યુનેસ્કોની આ સૂચિમાં ભારતની 14 કલાઓ છે.

Show More

Related Articles

One Comment

  1. Kum kum na pagala padiya madina het ghana,nar nari asu tole vaila re maadi tara aavavana aendhana thaya.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?