ટોપ ન્યૂઝનેશનલ

મોદી સરકારના આ નિર્ણયના વખાણ કર્યા પૂર્વ PM મનમોહન સિંહે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી 2024માં યોજાઇ રહી છે, એ પહેલા દેશભરમાં એનડીએ V/S વિપક્ષી ગઠબંધન I.N.D.I.A વચ્ચે નાના નાના પ્રાદેશિક પક્ષોને પોતાના જૂથમાં લેવા સ્પર્ધા ચાલી રહી છે. બંને પક્ષ એકબીજા પર હલ્લાબોલ કરવાનો અને વિરોધ કરવાનો એકપણ મોકો છોડતા નથી. એવામાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે મોદી સરકારની પ્રશંસા કરતા દરેકને આશ્ચર્ય થયું છે.

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનમોહન સિંહે રશિયા-યુક્રેન સંઘર્ષ પર કડક રાજદ્વારી સ્થિતિ જાળવી રાખીને ભારતના સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ સ્થાન આપવાના મોદી સરકારના પગલાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ યોગ્ય કામ કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં મનમોહન સિંહે કહ્યું હતું કે જ્યારે બે કે તેથી વધુ દેશ સંઘર્ષમાં ફસાઈ જાય છે ત્યારે અન્ય રાષ્ટ્ર પર કોઇ પણ દેશનો પક્ષ પસંદ કરવાનું ભારે દબાણ હોય છે. આજે વિદેશ નીતિ આજે પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે, એવા સમયે ભારતને G-20 સમિટની અધ્યક્ષતા કરતા જોઈને મનમોહન સિંહ ઘણા ખુશ છે.

શિયા અને યુક્રેન યુદ્ધના મુદ્દે ભારતના વલણને સમર્થન આપતાં પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું હતું કે ભારતે શાંતિની અપીલ કરતી વખતે આપણા સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ મૂકીને યોગ્ય કામ કર્યું છે.’ તેમણે કહ્યું, ‘G20 સમિટને સુરક્ષા સંબંધિત વિવાદોના સમાધાન માટે એક મંચ તરીકે ન જોવું જોઈએ. G-20 સભ્ય દેશો અને સંસ્થાઓએ આબોહવા પડકારો, અસમાનતા, નીતિ સંકલન અને વૈશ્વિક વેપારમાં અવિશ્વાસનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના G-20 સમિટમાં ભાગ ન લેવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા મનમોહન સિંહે કહ્યું હતું કે, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે G-20 સમિટમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે પીએમ મોદી ભારતની પ્રાદેશિક અને સાર્વભૌમ અખંડિતતાની રક્ષા કરવા અને દ્વિપક્ષીય તણાવ ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેશે.

તેમણે ભારતીય અવકાશ એજન્સીના ચંદ્રયાન-3 મિશનના ચંદ્ર પર સફળ ઉતરાણની પણ પ્રશંસા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન