નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પાર્થિવ દેહ સાથે તેમની અંતિમ યાત્રા નિગમબોધ ઘાટ પર પહોંચી ગઈ છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડૉ. સિંહના પાર્થિવ દેહને લઈને નીકળેલી અંતિમ યાત્રા લગભગ 11.30 વાગ્યે સ્મશાનગૃહમાં પહોંચી હતી. જ્યાં તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું અને વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપી હતી. હવે ટૂંક સમયમાં તેમની અંતિમ ક્રિયા શરૂ કરવામાં આવશે.
અંતિમ વિધિનો પ્રારંભ
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે. રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો, કોંગ્રેસના નેતાઓ અને અન્ય નિગમ બોધ ઘાટ પર હાજર છે. શીખ ધર્મ અનુસાર હાલ તેમની અંતિમ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક
મનમોહન સિંહ અમર રહે
ગઇકાલે કોંગ્રેસના નેતાઓએ તેમના દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ શનિવારે સવારે AICC મુખ્યાલયથી સિંહની અંતિમ યાત્રા શરૂ થઈ હતી. “મનમોહન સિંહ અમર રહે” ના નારાઓ વચ્ચે તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલયથી નિગમબોધ ઘાટ લઈ જવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા.
LIVE: Last rites of former PM Dr. Manmohan Singh Ji https://t.co/5chrkAK4PU
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2024
ડો. મનમોહન સિંહની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. “જબ તક સૂરજ ચાંદ રહેગા, તબ તક તેરા નામ રહેગા” ના નારા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ડો. સિંહના સેંકડો શુભેચ્છકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી પણ ડૉ. સિંહના સંબંધીઓની સાથે અંતિમ યાત્રામાં જોડાયા હતા.