આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ત્રીજા દિવસે પણ ગુજરાત “ટાઢું બોળ”, ઠંડીની સાથે કમોસમી વરસાદની પણ આગાહી

અમદાવાદ: ઉત્તર ભારતીય રાજ્યોમાં શીત લહેર યથાવત છે. આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, “આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં અલગ-અલગ સ્થળોએ ઠાર પડે તેવી શક્યતાઓ છે. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાઠામાં તેની અસરો વર્તાઇ રહી છે.

ઉત્તર ગુજરાત ત્રીજા દિવસે ‘ટાઢું બોળ’
હવામાન વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ભારતના પ્રદેશોમાં શીત લહેરની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાડ થિજવતી ઠંડીની અસર જોવા મળી છે. ઉત્તર ગુજરાત સતત ત્રીજા દિવસે પણ ઠારનો સામનો કરી રહ્યું છે. ઉત્તર ભારત અને રાજસ્થાન તરફથી વાય રહેલા હિમ પવનોની દિશા 7 થી 11 કિલોમીટરની છે. જેના પરિણામે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે.

આગામી દિવસો પણ ઠંડા
બનાસકાઠાના ડીસામાં 10.6 અને મહેસાણામાં 12.3 ડિગ્રી ઠંડી તાપમાન નોંધાયું છે. હજુ આગામી 3 દિવસ સુધી આવી જ હાડ થિજાવતી ઠંડી પડી શકે છે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે, ત્યાર બાદ આંશિક રાહતના એંધાણ છે. 12 ડિસેમ્બરે દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારે વરસાદને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ઠંડી પડશે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. મહેસાણા, જૂનાગઢના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10થી 15 ડિગ્રી રહેશે. રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે. 17 ડિસેમ્બરથી મહત્તમ તપામનમાં વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરી છે.

Also Read – Ahmedabad: ટ્રેન મુસાફરો કૃપયા ધ્યાન આપો! એન્જિનિયરિંગ કામને લીધે આ ટ્રેનો થશે પ્રભાવિત…

અંબાલાલ પટેલે માવઠું થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શકયતા છે. જેના કારણે દક્ષિણ ભારત અને તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસશે. તો આ તરફ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પણ તેમણે આગાહી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button