Ayodhya RamMandirમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ ચુકી છે. વિધિ બાદ પીએમ મોદીએ રામલલ્લાની આરતી પણ ઉતારી હતી. જે પછી રામલલ્લાની દિવ્ય બાળ સ્વરૂપની મૂર્તિની તસવીરો તથા વીડિયો જાહેર કરવામાં આવ્યા છે.
રઘુપતિ રાઘવ રાજા રામ..પતિત પાવન સીતા રામ.. આખરે રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થઇ ગયા છે. ભવ્ય મૂર્તિમાં રામલલ્લાના શિરે સુવર્ણમુકુટ છે અને ગળામાં પીળું પિતાંબર તથા મોતીની માળા છે. તેમના કાનમાં કુંડળ સુશોભિત થઇ રહ્યા છે, તેમજ હાથમાં સુવર્ણ ધનુષ્ય-બાણ છે. રામલલ્લાનો પીળા વાઘામાં શણગાર કરવામાં આવ્યો છે.
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદીએ વિધિ સંપન્ન કર્યા બાદ મૂર્તિની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમની સાથે સંઘ પ્રમુખ મોહન-ભાગવત, યુપી સીએમ યોગી આદિત્યનાથ, ગવર્નર આનંદીબેન પટેલ સહિત સંતો મહંતો ઉપસ્થિત હતા. થોડીવાર બાદ પીએમ મોદી આમંત્રિત મહેમાનો તથા દેશવિદેશના રામભક્તોને સંબોધન કરશે.