ટોપ ન્યૂઝનેશનલ

Farmers Protest: આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા દલ્લેવાલની સ્થિતિ નાજુક, હૃદય રોગનો ખતરો

નવી દિલ્હી: પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પાસે ખેડૂતો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂત નેતા નેતા જગજીત સિંહ ડલ્લેવાલ આમરણાંત ઉપવાસ (Jagjit Singh Dallewal on hunger strike) પર છે, આજે સોમવારે તેમના ઉપવાસનો 28મા દિવસ છે. અહેવાલ મુજબ તેમની હાલત નાજુક છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ તેમને હૃદયરોગનો હુમલા અને ઓર્ગન ફેઇલ્યોરનું જોખમ છે.

મિનીમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) અને અન્ય માંગણીઓ સહિત આંદોલનકારી ખેડૂતો ખનૌરી બોર્ડર પાસે જમા થયા છે. માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર પર દબાણ વધારવા 26 નવેમ્બરથી 70 વર્ષીય ખેડૂત નેતા ડલ્લેવાલ આમરણાંત ઉપવાસ પર છે.

ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી:
યુનાઇટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોની સલાહ બાદ ડલ્લેવાલ રવિવારે મંચ પર આવ્યા ન હતા. 27 દિવસ સુધી સતત ઉપવાસને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી ગઈ છે, જેના કારણે તેમને ચેપનો ખતરો છે.

ડલ્લેવાલના સ્વાસ્થ્ય પર નજર રાખનાર એક ડોકટરે પત્રકારોને જણાવ્યું કે, “તેમના હાથ અને પગ ઠંડા પડી ગયા છે. ભૂખ તેમના નર્વસ સિસ્ટમ, લીવર અને કિડની જેવા અંગોને અસર કરી રહી છે. તેમનું બ્લડ પ્રેશરમાં પણ વધઘટ થઈ રહ્યું છે છે, જે ચિંતાનો વિષય છે.”

ICUમાં દાખલ કરવાની જરૂર:
તેમણે જણાવ્યું હતું કે ડલ્લેવાલને ‘ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શન’ પોઝીટીવ આવ્યું છે, જે લો બ્લડ પ્રેશરની સ્થિતિ છે, જેથી ચક્કર આવવા, માથાનો દુખાવો અને બેભાન થવાનું કારણ બની શકે છે. સામાન્ય રીતે આવા દર્દીઓને ICUમાં દાખલ કરવાની જરૂર પડે છે. તેમને હાર્ટ એટેકનો ખતરો છે અને તેની હાલત નાજુક છે.

આ પણ વાંચો…સાત કૃષિ કોમોડિટીના વાયદા પરના પ્રતિબંધને વધુ ચાલીસ દિવસ લંબાવાયો

કેન્ડલ માર્ચ:
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની શનિવારે સાંજે વિરોધ સ્થળ પર પહોંચ્યા અને ડલ્લેવાલને મળ્યા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડલ્લેવાલના આમરણ ઉપવાસના સમર્થનમાં 24 ડિસેમ્બરે સાંજે 5.30 વાગ્યે દેશભરમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યારે 26 ડિસેમ્બરે ડલ્લેવાલના ઉપવાસને એક મહિનો પૂરો થશે ત્યારે તાલુકા અને જિલ્લા સ્તરે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી પ્રતિકાત્મક ભૂખ હડતાળ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button