નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને મહિલા અધિકારીઓની તુલનામાં પુરૂષ સૈન્ય અધિકારીઓની બેચને પેનલમાં સામેલ કરવા માટેની પ્રક્રિયા અને ઉઠાવવામાં આવેલા પગલાને સ્પષ્ટ કરતા એક સોગંદનામું દાખલ કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરમાણીને કેન્દ્ર સરકારની સ્થિતિ સમજાવતી એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ સ્થાયી કમિશન આપવા માટે મહિલાઓને પેનલમાં સામેલ કરવા માટેના કોર્ટના અગાઉના નિર્દેશોના કથિત ઉલ્લંઘન માટે મહિલા સૈન્ય અધિકારીઓ દ્ધારા દાખલ કરવામાં આવેલી અવમાનની અરજીના સંદર્ભમાં આપ્યા હતા.
સેનાની મહિલા અધિકારીઓ તરફથી વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ સુપ્રીમ કોર્ટમાં આર્મીમાં પ્રમોશન માટે ભરતીની પ્રક્રિયામાં કથિત ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. આ પછી જ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી સમગ્ર પ્રક્રિયાની જાણકારી માંગી હતી.
વકીલ હુઝૈફાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 3 નવેમ્બરે જ એક આદેશ પસાર કર્યો હતો, જેમાં કોર્ટે તમામ મહિલા અધિકારીઓના નામો પર વિચાર કરવા કહ્યું હતું, જેમના નામ અગાઉના સ્પેશ્યલ સિલેક્શન બોર્ડ 3બી (કર્નલ પદ માટે બઢતી આપનાર બોર્ડ)એ પણ વિચારણા કરી હતી. ફક્ત તે અધિકારીઓના નામો પર વિચાર ન કરવાનું કહેવામાં આવ્યું હતું, જેઓ પહેલાથી સૂચિબદ્ધ થઇ ગયા હતા. હુઝૈફા અહમદીએ કહ્યું કે અન્ય લિસ્ટેડ અધિકારીઓના નામ પર પુનર્વિચાર કરવો એ કોર્ટની અવમાનના ગણાશે.
વેંકટરમાણીએ કોર્ટને કહ્યું હતું કે એક જ બેન્ચના અધિકારીઓને મેરિટના આધારે મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા સૂચિબદ્ધ કરવું છે. હુઝૈફા અહમદીએ કહ્યું કે તેઓએ મહિલા અધિકારીઓના પ્રમોશન માટે સૂચિબદ્ધ કરવાની પ્રક્રિયામાં પુરુષ અધિકારીઓની તુલનામાં ભેદભાવનો આરોપ મુક્યો હતો. જે બાદ કોર્ટે કેન્દ્ર સરકારને એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે. હવે કોર્ટ આ મામલે 11 માર્ચે સુનાવણી કરશે.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો