ટોપ ન્યૂઝનેશનલ

EPFOનો મોટો નિર્ણય, જન્મ તારીખના પુરાવા તરીકે ‘આધાર કાર્ડ’ની માન્યતા રદ્…..

શ્રમ મંત્રાલય હેઠળના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે હવે ભવિષ્ય નિધિ ખાતામાં સુધારા માટે આધાર કાર્ડની જરૂર નહીં પડે. એટલે કે હવે EPFOમાં કોઈપણ કામ માટે જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડની માન્યતા બંધ કરી દીધી છે. જેના કારણે હવે ‘આધાર કાર્ડ’નો ઉપયોગ જન્મતારીખ અપડેટ કરવા કે તેમાં કોઈ ભૂલ સુધારવા માટે થઈ શકશે નહીં. EPFOએ તેના માન્ય દસ્તાવેજોની યાદીમાંથી આધાર કાર્ડને કાઢી નાખ્યું છે.

EPFO જણાવ્યું હતું કે બર્થ સર્ટિફિકેટની મદદથી તમે જન્મતારીખને અપડેટ કરી શકશો કે પછી સુધારી શકશો. આ ઉપરાંત કોઈપણ સરકારી બોર્ડ કે યુનિવર્સિટીની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શાળા ટ્રાન્સફરનું પ્રમાણપત્ર પણ આ યાદીમાં રાખવામાં આવ્યું છે. આ તમામ દસ્તાવેજોમાં નામ અને જન્મ તારીખ હોવી જોઈએ. આ ઉપરાંત સિવિલ સર્જન દ્વારા જારી કરાયેલ તબીબી પ્રમાણપત્ર, પાસપોર્ટ, પાન નંબર, સરકારી પેન્શન અને મેડિક્લેમ પ્રમાણપત્ર અને નિવાસી પ્રમાણપત્ર પણ અપડેટ/સુધારણા માટે માન્ય રાખવામાં આવશે.


UIDAIએ સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે કરવો જોઈએ. પરંતુ જન્મ પ્રમાણપત્ર તરીકે તેનો ઉપયોગ માન્ય રાખવામાં આવશે નહી. આધાર એ 12 અંકનું ઓળખ કાર્ડ છે. જે દેશમાં કાયમી રહેઠાણના પુરાવા તરીકે માન્ય છે. જો કે આધારમાં જન્મ તારીખ છે. તેથી તેનો ઉપયોગ જન્મ પ્રમાણપત્ર તરીકે થઈ રહ્યો છે. પરંતુ આ માન્ય રાખવામાં આવશે નહી.


બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર વર્સીસ UIDAI અને અન્ય કેસોમાં પણ કહ્યું હતું કે આધાર નંબરનો ઉપયોગ જન્મ પ્રમાણપત્ર તરીકે નહીં પરંતુ ઓળખ કાર્ડ તરીકે થવો જોઈએ. આ પછી UIDAIએ એક પરિપત્ર જારી કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી.


2018માં સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લઈને મહત્વની સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે અને ક્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેંક ખાતા અને મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી. UGC, CBSE, NIFT અને કોલેજો વગેરે જેવી સંસ્થાઓ આધાર કાર્ડ પર લખેલા નંબરની માંગ કરી શકતી નથી. શાળામાં પ્રવેશ માટે આધાર નંબરનો ઉપયોગ જરૂરી રહેશે નહીં. બાળકનું આધાર અપડેટ થયેલું નથી આથી તેને સરકારી યોજનાઓનો લાભ નહી મળે તેવું નહી થાય. તેમજ ખાનગી કંપનીઓ આધાર કાર્ડની માંગણી કરી શકશે નહીં. તે સમયે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે તેને ઐતિહાસિક આદેશ ગણાવ્યો હતો. ભૂષણે કહ્યું હતું કે આ એક એવો નિર્ણય છે જે સામાન્ય માણસને રાહત આપે છે. ખાસ તો હવે કોઈપણ ખાનગી કંપનીઓ આધાર કાર્ડની માંગ કરી શકશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button