લખનઉ: અહીંના એકા સ્ટેડિયમ ખાતે આઈસીસી વર્લ્ડ કપની આજની 29મી મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહી છે. હિટમેન રોહિત શર્માની ટીમ સામે ઇંગ્લેન્ડના સુકાની જોશ બટલરનો મેચ જીતવા માટે મરણિયો પ્રયાસ હશે, કારણ કે ભૂતપૂર્વ વિજેતા આ વખતે મહત્વની મેચ જીત્યું નથી.
આજે અહીંની મેચમાં ઇંગ્લેન્ડના સુકાની જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ લીધી હતી, જેથી ભારતીય ટીમને એક કરતાં અનેક વિક્રમ કરવાની તક મળશે. ભારતને વર્લ્ડ કપમાં 6000 રન કરવાની તક છે, જ્યારે આક્રમક બેટર વિરાટ કોહલી માટે 49મી સદી કરવાની તક છે. જો એમ થયું તો 49 સદી સાથે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરશે. એના સિવાય રોહિત શર્મા અને શુભમન ગિલ પણ સ્ફોટક બેટિંગ કરવા માટે તક ગુમાવશે નહિ. ઈન્ડિયા ઇલેવનની ટીમમાં આજે કુલદીપ યાદવને રમવાની તક મળી છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે, જેમાં ભારતે ત્રણમાં જીત મેળવી છે જયારે ઇંગ્લેન્ડે ચાર મેચમાં જીત મેળવી છે. ભારતે ઇંગ્લેન્ડ સામે 20 વર્ષ પહેલા જીત મેળવી હતી. જોકે આજે ભારત એ તક ઝડપી શકે છે, કારણ કે ભારતે છેલ્લે વર્ષ 2003માં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, ત્યારથી ટીમ ઈંડિયાને ઇંગ્લેન્ડ સામે જીત મળી નથી. ઇંગ્લેન્ડે 2019માં ભારતને હરાવ્યું હતું. આ અગાઉ વર્ષ 2011માં રમાયેલી મેચ ટાઈ રહી હતી. ઉપરાંત, 2015ના વન-ડે વર્લ્ડ કપમાં બંને દેશોની કોઈ ટક્કર થઈ ન હતી.
બંને ટીમના પ્લેયર આ પ્રમાણે છે.
ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન) : જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (wk/c), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડ.