ટોપ ન્યૂઝનેશનલ

આસામમાં આવ્યો આતંકવાદનો અંત, કેન્દ્ર સરકારે ઉલ્ફા જૂથ(ULFA) સાથે કર્યો ઐતિહાસિક શાંતિ કરાર

નવી દિલ્હીઃ ભારત સરકાર, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) અને આસામ વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર પર આજે શુક્રવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 40 વર્ષમાં પ્રથમ વાર સશસ્ત્ર આતંકવાદી સંગઠન ULFAના પ્રતિનિધિઓ અને આસામ સરકાર વચ્ચે શાંતિ સમાધાન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પૂર્વોત્તરમાં ભારત સરકારના શાંતિ પ્રયાસો તરફ આ એક મોટું પગલું છે. કારણ કે, ઉલ્ફા છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તર પૂર્વમાં સશસ્ત્ર સુરક્ષા દળો સામે હિંસક સંઘર્ષ કરી રહ્યું હતું. કેન્દ્ર સરકારના પૂર્વોત્તરમાં ભારત માટે લીધેલા આ પગલાને ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જે પૂર્વોતરના રાજ્યોમાં શાંતિ અને વિકાસની નવી ગાથા લખશે.અંત

યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) જૂથ અને કેન્દ્ર અને આસામ સરકાર વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર પર આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે રાજધાની દિલ્હીમાં આયોજિત બેઠકમાં આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના ડીડીપી પણ હાજર હતા. આસામના ઉલ્ફાના રાજખોવા જૂથના નેતા અનુપ ચેટિયાએ આ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

અગાઉ, આસામના મુખ્ય પ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, શુક્રવારે સાંજે 5 વાગ્યે ગૃહ પ્રધાન અમિત શાહ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા) ના પ્રતિનિધિઓની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન) ના બિનદસ્તાવેજીકૃત વસાહતીઓ સામેની ચળવળ પછી એપ્રિલ 1979 માં અલગતાવાદી સંગઠન ULFA ની રચના કરવામાં આવી હતી . ફેબ્રુઆરી 2011માં તે બે જૂથોમાં વિભાજિત થઈ અને અરબિન્દા રાજખોવાના જૂથે હિંસા છોડી દીધી છે. આ જૂથ સરકાર સાથે બિનશરતી વાતચીત કરવા સંમત છે. અન્ય ઉલ્ફા જૂથનું નેતૃત્વ કરી રહેલા પરેશ બરુઆહ વાતચીતની વિરુદ્ધ છે. ચર્ચા તરફી જૂથે જમીન અધિકારો સહિત આસામના સ્થાનિક લોકોની ઓળખ અને સંસાધનોની સુરક્ષા માટે સુધારાની માંગ કરી છે.

ઉલ્ફા અને આસામ સરકાર તથા કેન્દ્ર સરકાર વચ્ચે થયેલા કરારમાં જણાવવામાં આવ્યું છે કે આ કરારથી આસામના લોકોનો સાંસ્કૃતિક વારસાને કોઇ અસર નહીં પડે. તેમનો સાંસ્કૃતિક વારસો અકબંધ રહેશે. આસામના લોકો માટે રાજ્યમાં ધંધા-રોજગારની સારી તકો ઉપલબ્ધ થશે. સશસ્ત્ર સંઘર્ષનો માર્ગ છોડી ચૂકેલા ઉલ્ફાના સભ્યોને સમાજના મુખ્ય ધારામાં લાવવા માટે ભારત સરકાર શક્ય તેટલા પ્રયાસો કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button