Election UBT List: ઉદ્ધવ ઠાકરે જૂથે 65 ઉમેદવારને કરી જાહેરાત, કોને ક્યાંથી મળી ટિકિટ?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આખરે ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી-શિવસેના) દ્વારા 65 ઉમેદવારની યાદી જાહેર કરી છે. મંગળવારે મોડી રાતના એકનાથ શિંદેની શિવસેનાએ 45 ઉમેદવારની જાહેરાત કર્યાના કલાકોમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પહેલી યાદીની જાહેરાત કરી છે. પહેલી યાદીમાં ઉદ્ધવ ઠાકરેએ 65 ઉમેદવારને ટિકિટ આપી છે, જેમાં પૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેને વરલીની સીટ પર જાહેરાત કરી છે. થાણેમાંથી રાજન વિચારે તથા રત્નાગિરિથી સુરેન્દ્રનાથ માનેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
Shiv Sena (Uddhav Thackeray faction) releases a list of 65 candidates for Maharashtra Assembly Elections pic.twitter.com/g4yrP3Dj01
— ANI (@ANI) October 23, 2024
મુંબઈમાં કોને ઉમેદવાર જાહેર કર્યાં
મુંબઈની વાત કરીએ તો વિક્રોલીથી સુનીલ રાઉત, ભાંડુપ પશ્ચિમથી રમેશ કોરગાંવકર, જોગેશ્વરી પૂર્વ અનંત (બાળા) નર, દિંડોશીથી સુનીલ પ્રભુ, ગોરેગાંવથી સમીર દેસાઈ, અંધેરી પૂર્વથી ઋતુજા લટકે, ચેમ્બુરથી પ્રકાશ ફાતર્પેકર, કુર્લા (અજા) પ્રવિણા મોરજકર, કાલીનાથી સંજય પોતનીસ, બાંદ્રા પૂર્વથી વરુણ સરદેસાઈ, માહિમથી મહેશ સાવંતને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Election Special: મહારાષ્ટ્રમાં ‘સીટ શેરિંગ’ પછી કોને ફાયદો અને નુકસાન?

કલ્યાણ-ડોંબિવલીમાં કોને મળી ટિકિટ
પહેલી યાદીમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે કોપરી પાચપાખાડીથી કેદાર દિઘેને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એના સિવાય ભિવંડી ગ્રામીણની સીટ પરથી મહાદેવ ઘાટલને ટિકિટ આપી છે. કલ્યાણ-ગ્રામીણથી સુભાષ ભોઈર, ડોંબિવલીમાંથી દીપેશ મ્હાત્રે અને અંબરનાથમાંથી રાજેશ વાનખેડેને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
અહીં એ જણાવવાનું કે ચૂંટણીની તારીખની જાહેરાત પછી મહા વિકાસ આઘાડીમાં સીટ શેરિંગ મુદ્દે ખેંચતાણ ચાલી રહી હતી, પરંતુ હવે કહેવાય છે કે મહા વિકાસ આઘાડીમાં સહમતિ સાધવામાં આવી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ, શરદ પવાર એનસીપી અને ઉદ્ધવ ઠાકરે જૂથ મળીને હવે 85-85-85 સીટ પર લડશે.
85-85-85 ફોર્મ્યુલા નક્કી કરાઈ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ 65 ઉમેદવારની જાહેરાત કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે શરદ પવારના નેતૃત્વમાં ત્રણેય પક્ષ (કોંગ્રેસ, શિવસેના-યુબીટી અને એનસીપી શરદ પવાર)ની મીટિંગ યોજવામાં આવી હતી, જ્યારે ત્રણેય પાર્ટી 85-85-85 ફોમ્યુર્લા નક્કી કરવામાં આવી છે, જ્યારે 18 સીટ પર અમે અમારા અન્ય સહયોગીને તક આપવાની વિચારણા કરી રહ્યા છે. જોકે, ચૂંટણી અમે જીતીશું અને સરકાર બનાવીશું, એવો પટોલેએ દાવો કર્યો હતો. આમ છતાં હજુ પણ 33 સીટ પર સસ્પેન્સ અકબંધ રહ્યું છે, એવો સૂત્રોએ જણાવ્યું હતું.