નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણની વચ્ચે રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા જીન્સ ડાઈંગ ફેક્ટરીઓ, રેડી-મિક્સ કોંક્રિટ (RMC) પ્લાન્ટ અને ઈલેક્ટ્રોપ્લેટિંગ યુનિટ પર તવાઈ બોલવાની તૈયારીઓ છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) ગેરકાયદે ફેક્ટરીઓ અને એકમો અંગે ડ્રોન સર્વે કરવાની તૈયારી કરી રહી છે. ઔદ્યોગિક પ્રદૂષણ ફેલાવતા એકમોની ઓળખ કર્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે.
Also read: અંતે ચંપાઈ સોરેનને મળ્યો જીતનો સ્વાદ; INDI ગઠબંધનની શાનદાર જીત…
17 મુખ્ય કેન્દ્ર પર તવાઈ
આ સર્વે તુખ્મીરપુર, કરાવલ નગર, ગોકુલપુરી, ગાઝીપુર, અલી વિહાર અને મીઠાપુર અને તેની આસપાસના વિસ્તારો સહિત 17 પ્રદૂષણના મુખ્ય કેન્દ્ર ગણાતા વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે, જ્યાં ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ અને જીન્સ વોશિંગ યુનિટ્સ કાર્યરત છે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 15 દિવસ સુધી સર્વે હાથ ધરવામાં આવશે. આમાં ડ્રોન આધારિત ઓર્થો-રેક્ટિફાઇડ ઇમેજરી (ORI)નો ઉપયોગ કરવામાં આવશે. તે પ્રદૂષિત એકમોની ઊંચાઈ પરથી ફોટોગ્રાફ્સ લેશે.
દિલ્હી માટે પ્રદૂષણની સમસ્યા
રાજધાની દિલ્હી છેલ્લા 10 થી 15 વર્ષથી ગંભીર વાયુ અને જળ પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. જેના કારણે યમુના નદીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. આવી સ્થિતિમાં આ સર્વે અધિકારીઓ માટે પાયાના સ્તરેથી કરવાની કાર્યવાહીના આયોજન અને મૂલ્યાંકન માટે આ ઘણું મહત્વનું સાબિત થશે. આ સર્વે દરમિયાન અંદાજે 45-60 મિનિટના સમયગાળા માટે ડ્રોનને ઉડાડવામાં આવશે, તેની વિઝિબિલિટી રેન્જ 3-5 કિમી હશે અને તે 750 ફૂટની ઊંચાઈ સુધી પહોંચશે. આ સર્વેમાં 17 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.
Also read: ખુદ પીએમ અને અમિત શાહના પ્રચાર છતાં ઝારખંડમાં કેમ હાર્યું ભાજપ? આ છે તેના કારણો…
DPCCએ જાહેર કર્યું ટેન્ડર
DPCCનું કહેવું છે કે શહેરમાં ચોરી છૂપી રીતે ચાલતા ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોમાંથી ફેલાતા પ્રદૂષણે હવા અને પાણીની ગુણવત્તા બગડવામાં મહત્ત્વનું યોગદાન છે. ડીપીસીસીએ આ માટે ટેન્ડર બહાર પાડ્યું છે અને ઇચ્છુક એજન્સીઓએ નિર્ધારિત સમયમાં તેમના પ્રસ્તાવમાં ડ્રોન પ્લાન, ડ્રાફ્ટ સ્ક્રિપ્ટ, એક્શન પ્લાન, ડ્રાફ્ટ ડિઝાઇન સબમિટ કરવાની રહેશે.