ટોપ ન્યૂઝ

ડો. સાયરસ કે. મહેતાને મહારાષ્ટ્રના ગવર્નર શ્રી રમેશ બૈસ તરફથી પ્રતિષ્ઠિત “લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા” એવોર્ડ મળ્યો

મુંબઈના અગ્રણી આઈ સર્જન ડો. સાયરસ કે. મહેતાનેમહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ અને લોકસભા સાંસદ શ્રીમતી પૂનમ મહાજન દ્વારા પ્રતિષ્ઠિત “લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા” એવોર્ડ મળ્યો છે જે તેમની શાનદાર કારકિર્દીમાં એક નવું શિખર ચિહ્નિત કરે છે. આ સન્માન આંખની સંભાળને આગળ વધારવામાં તેમના અસાધારણ યોગદાનને વર્ણવે છે,જે શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ એવોર્ડ વિશે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં,ડો. સાયરસ કે મહેતાએ જણાવ્યું હતું કે, “‘લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા’એવોર્ડ મેળવવો એ એક ખૂબ મોટું સન્માન છે. તે માત્ર આંખની સંભાળને આગળ વધારવા માટેના મારા સમર્પણને જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ આઈ સેન્ટર ખાતેની અમારી ટીમના સામૂહિક પ્રયાસોને પણ પ્રકાશિત કરે છે.”

ભારતના સૌથી પ્રખ્યાત આંખના સર્જનોમાંના એક તરીકે ઓળખાતા,ડો. સાયરસ કે. મહેતાની યાત્રા નવીનતા અને સર્જિકલ શ્રેષ્ઠતા પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા દર્શાવવામાં આવી છે. એડવાન્સ્ડ ઓપ્થેલ્મિક પ્રોસીજર્સમાં તેમની સફર વર્ષ 2000-2001માં અગ્રણી અમેરિકન સર્જન અને અમેરિકન સોસાયટી ઓફ કેટેરાક્ટ સર્જન્સના પ્રેસિડેન્ટ ડો. હોવર્ડ ફાઈનના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. આ પરિવર્તનશીલ અનુભવથી તેમણે લેસર મોતિયા અને રીફ્રેક્ટિવ સર્જરીમાં નિપુણતા મેળવી અને બાદમાં અગ્રણી સર્જીકલ તકનીકો દ્વારા તેમની ઉજ્જવળ કારકિર્દીનો પાયો નંખાયો.

ડો. મહેતાની અદ્યતન પ્રક્રિયાઓની વિવિધ શ્રેણીમાં રોબોટિક લેસર મોતિયાની સર્જરી,ટ્રાઇ ફોકલ અને એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ લેન્સ ઇમ્પ્લાન્ટેશન, કેનાલોપ્લાસ્ટી ગ્લુકોમા સર્જરી અને નંબર કરેક્શન માટે સ્માઇલ રોબોટિક રીફ્રેક્ટિવ સર્જરીનો સમાવેશ થાય છે. આ વ્યાપક સ્કીલ સેટના લીધે તેઓ આંખની અદ્યતન સંભાળમાં મોખરે છે.

જર્મની અને કેલિફોર્નિયામાં આંખની સર્જરીમાં વિશ્વ વિખ્યાત નિષ્ણાંતો હેઠળ આંતરરાષ્ટ્રીય તાલીમ મેળવ્યા બાદ,ડો. મહેતા 2002માં ભારત પાછા ફર્યા. ત્યારબાદ,તેમણે ઇન્ટરનેશનલ આઈ સેન્ટરની સ્થાપના કરી,જ્યાં તેઓ આંખની અદ્યતન સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખે છે. 20થી વધુ દેશોના દર્દીઓ તેમની નિપુણતાનો લાભ લે છે,જે તેમણે મેળવેલી આંતરરાષ્ટ્રીય પ્રશંસાનું એક પ્રમાણપત્ર છે.

તેમની સર્જિકલ સિદ્ધિઓ ઉપરાંત,ડો. સાયરસ કે. મહેતાએ તાજેતરમાં બે પુસ્તકો લોન્ચ કર્યા હતા,જે આંખની સંભાળને આગળ વધારવા અને તેમના જ્ઞાનના ભંડારને વ્યાપક સમુદાય સાથે શેર કરવા પર તેમની અસરને વધુ મજબૂત બનાવે છે. આ પુસ્તકોમાંથી પ્રથમ, “ધ સાઈટ ગાઈડ” સામાન્ય આંખના રોગોના સ્પેક્ટ્રમને આવરી લેતા દર્દીઓ માટે એક વ્યાપક સંકલન છે,જે વાચકોને આ પરિસ્થિતિઓની ઊંડી સમજણ અને તેમની સારવારમાં ઉપયોગમાં લેવાતી અભૂતપૂર્વ આધુનિક તકનીકીઓ પ્રદાન કરે છે. બીજું પુસ્તક, “સાયરસ: ધ એજ્યુકેશન ઓફ એન ઓપ્થેલ્મોલોજીસ્ટ” એ એક ગહન આત્મકથા છે જે ડો. સાયરસ કે. મહેતાના જીવનનો ઇતિહાસ દર્શાવે છે. પુસ્તકો એમેઝોન અને અન્ય પ્લેટફોર્મ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

રસપ્રદ વાત એ છે કે, 25 કે તેથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પૈકી,આ ત્રીજી વખત છે જ્યારે તેમને “લીડિંગ આઈ સર્જન ઓફ ઈન્ડિયા” તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રથમ કેન્દ્રીય પ્રધાન શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા અને તે પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગત કોશિયારીજી અને તે વખતના મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન શ્રી રાજેશ ટોપે દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button