નવી દિલ્હી : ભારતમાં ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનથી(Dollar Vs Rupee)અનેક અસરો થવાની છે. હાલ રૂપિયો 85.79 ટકાના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. એટલે કે 1 યુએસ ડોલરની કિંમત 85. 79 રૂપિયા થઈ ગઈ છે. રૂપિયાના મૂલ્યમાં થયેલા રેકોર્ડ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરતાં નિષ્ણાતો કહે છે કે સ્થાનિક ચલણના મૂલ્યમાં ઘટાડાથી આયાતી કાચા માલની કિંમતના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને દેશમાં એકંદરે ફુગાવો વધી શકે છે. જે સામાન્ય લોકોના ખિસ્સા પર અસર કરશે. નિષ્ણાતોનું કહેવું છે કે રૂપિયાનો ડોલર સામે ઘટતી કિંમતના લીધે મોબાઈલ ફોન, ટીવી, ફ્રીજ, એસી, પેઇન્ટ વગેરેની કિંમતો વધશે. આ ઉપરાંત વિદેશમાં અભ્યાસ અને વિદેશ પ્રવાસનો ખર્ચ પણ વધશે.
આ પણ વાંચો : દાદીના મર્યા પહેલાં લખપતિ કેવી રીતે બની શકાય? જાણો પાકિસ્તાનીઓએ કોને પૂછ્યો આ સવાલ
કાચો માલ અને વસ્તુઓ મોંઘી થશે
નિષ્ણાતોના મતે ડૉલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે સામાન્ય લોકો પર અસર થશે. તેમજ આયાત મોંધી થતા ફુગાવો વધશે અને કાચો માલ અને વસ્તુઓને મોંઘી બનાવશે. જો કે, તે નિકાસને વેગ આપે છે. તો તેની આર્થિક વૃદ્ધિ અને રોજગાર પર સકારાત્મક અસર થઈ શકે છે. જો બજારના પરિબળો માંગ અને પુરવઠાને કારણે રૂપિયો નબળો પડે છે, તો ઉત્પાદન વૃદ્ધિ અને ફુગાવો બંને વધશે.
નબળા રૂપિયાના કારણે આયાત મોંઘી બની
નિષ્ણાતોના મતે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડાની સૌથી મોટી અસર ફુગાવાના વધારાના સ્વરૂપમાં છે કારણ કે આયાતી કાચા માલની કિંમતમાં વધારો થયો છે. અને ઉત્પાદન વધે છે.જેના કારણે બોજ આખરે ગ્રાહકોએ ઉઠાવવો પડે છે. આ કારણે વિદેશ પ્રવાસ અને બીજા દેશમાં અભ્યાસ કરવો મોંઘો પડી જાય છે.
દેશમાં ફુગાવો વધારી શકે છે
અર્થતંત્ર પર પર તેની અસર જોવા મળે છે. જેમાં બજારના પરિબળોને કારણે વિનિમય દરમાં ફેરફાર થતો હોય છે. જો કે, આરબીઆઇના હસ્તક્ષેપ અને સોનાની ખરીદીને કારણે કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD)માં તાજેતરમાં થયેલા વધારા અંગે ચર્ચાઓ થઈ રહી છે. નબળા વિનિમય દરો આયાતને મોંઘી બનાવે છે, જે દેશમાં ફુગાવો વધારી શકે છે. જેની વિવિધ ક્ષેત્રો પર તેની નકારાત્મક અસર પડે છે.
કંપનીઓનો ખર્ચ પણ વધશે
આ ઉપરાંત આ સ્થિતીમાં વિદેશી ચલણમાં લોન લેતી કંપનીઓએ વધુ ચૂકવણી ખર્ચ ચૂકવવો પડશે. આયાતી કાચા માલ પર નિર્ભર એકમો નફાનું માર્જિન ઘટી શકે છે. જે ભારતમાં વિદેશી રોકાણના પ્રવાહને મર્યાદિત કરી શકે છે. બીજી તરફ, સ્થાનિક ચલણના મૂલ્યમાં ઘટાડાથી નિકાસલક્ષી કંપનીઓને ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો : ટ્રમ્પના ઇનોગ્યુરેશન ફંડમાં ટિમ કૂક આપશે 1 મિલિયન ડૉલરનું દાન
બે કારણે રૂપિયાનું અવમૂલ્યન થયું
સોફ્ટવેર અને મેન્યુફેક્ચરિંગ નિકાસને પ્રોત્સાહન મળી શકે છે કારણ કે તે ચીનની સરખામણીમાં વધુ સ્પર્ધાત્મક હશે. જ્યારે ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડા માટેના બે મુખ્ય કારણો છે. પ્રથમ, ત્રીજા ક્વાર્ટરમાં વેપાર ખાધ વધી, નિકાસમાં થયેલા વધારા કરતાં આયાતમાં વધારો થયો છે.