ટોપ ન્યૂઝનેશનલ

જય શ્રી રામના જવાબમાં બ્રિટનના પીએમ ઋષિ સુનકે શું કહ્યું, જાણો છો?

નવી દિલ્હીઃ આવતીકાલથી શરૂ થવા જઈ રહેલી જી-20 સમિટમાં ભાગ લેવા માટે દેશભરના નેતાઓ આજે ભારત આવી ચૂક્યા છે. નવી દિલ્હીમાં આવેલા પાલમ એરપોર્ટ પર લેન્ડ કરનારા મહાનુભાવોમાં બ્રિટીશ પીએમ ઋષિ સુનકનું નામ પણ સામેલ છે અને એરપોર્ટ પર તેમનું સ્વાગત કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેએ કર્યું હતું.

અશ્વિની ચૌબેએ એમનું સ્વાગત કરતાં જય શ્રી રામ કહ્યું હતું. ચૌબેના આ સ્વાગતના જવાબમાં બ્રિટીશ પીએમએ શું કહ્યું એ જાણો છો? ડોન્ટ વરી અમે અહીં તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

સુનક આજે બપોરે દિલ્હી આવ્યા હતા અને એમના સ્વાગતમાં કેન્દ્રિય પ્રધાન અશ્ચિની ચૌબે એ જય શ્રી રામ કહ્યું હતું. જેના જવાબામાં સુનકે પણ કહ્યું જય સિયારામ… સુનકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે હું એવા કેટલાક પડકારોના સમાધાન માટે વૈશ્વિક નેતાઓને મળવા આવ્યો છું, જે અમારામાંથી દરેકને પ્રભાવિત કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી પહોંચ્યા બાદ બ્રિટીશ પીએમનું સ્વાગત કર્યું હતું.

બ્રિટીશ પીએમ સાથેની મુલાકાત દરમિયાન ચૌબેએ તેમને જણાવ્યું હતું કે તેઓ બિહારના બક્સરથી લોકસભાના સાંસદ ચૂંટાઈ આવ્યા છે. બક્સર એ અધ્યાત્મિક રૂપથી પ્રાચીન કાળથી જ પ્રસિદ્ધ નગર છે કે જ્યાં ભગવાન રામ અને એમના ભાઈ લક્ષ્મણે વિશ્વામિત્ર પાસેથી શિક્ષા લીધી હતી અને તાડકાનો વધ કર્યો હતો.

કેન્દ્રિય પ્રધાને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ભારતની ધરતી એ તમારા પૂર્વજોની ધરતી છે અને તમારા અહીં આવવાથી અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ. અયોધ્યા, બક્સર જિલ્લા સહિત માતા સીતાના જન્મસ્થાન જન્મસ્થળ સીતામઢી અને બાંકાના મંદાર પર્વતના આધ્યાત્મિક સંસ્કૃતિથી પણ બ્રિટીશ પીએમ અને તેમના પત્નીને પરિચીત કરાવ્યા હતા. એટલું જ નહીં પણ પીએમ સુનકને રૂદ્રાક્ષ, શ્રીમદ ભગવત ગીતા અને હનુમાન ચાલીસા પણ ભેટમાં આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button