ગુજરાતમાંથી નવું વર્ષ દીવમાં ઉજવવા જતાં પહેલાં વાંચી લો આ સમાચાર, નહીંતર…
દીવઃ 31 ડિસેમ્બરને હવે ગણતરીઓ બાકી છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા નશીલા તેમજ માદક પદાર્થોનું વેચાણ અને સેવન કરતાં લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતીઓ માટે નવા વર્ષની ઉજવણી માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રથમ પસંદગી હોય છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં દારૂની ખરીદી વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ ન હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
દીવમાં ક્યાં નહીં પી શકો દારૂ
છેલ્લા અનેક સમયથી દીવમાં દારૂના નશામાં અનેક પ્રવાસીઓ અને લોકો દ્વારા ઉપદ્રવ કરવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતને લઈને ભવિષ્યમાં કોઈપણ મોટી ઘટના ન સર્જાય તે માટે દીવ પ્રશાસન દ્વારા સાવચેતીને પગલે અહીંના અનેક પર્યટન અને જાહેર સ્થળોએ દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દીવના જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં દીવના ઘોઘલા બીચ, નગોઆ બીચ, દીવ જેઠીબાઈ બસ સ્ટેન્ડ, દીવનો કિલ્લો, સેન્ટ પૉલ ચર્ચ, જલંધર બીચ સહિતના બીજા અન્ય પર્યટન સ્થળો પર દારૂના સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : 132 વર્ષથી દીવાલમાં દફન બોટલમાંથી મળ્યું કંઈક એવું કે ઉડી ગયા એન્જિનયરના હોંશ…
કેટલા દિવસ સુધી જાહેરનામું અમલી રહેશે
આ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, અહીં મોટી સંખ્યામાં લોકો દારૂની દુકાનોમાંથી દારૂ ખરીદે છે અને તેને દારૂની દુકાનોની બહાર અને જાહેર સ્થળોએ પીવાનું શરૂ કરે છે. આ સાથે ખાલી દારૂની બોટલો ખુલ્લામાં ફેંકી દેવાની, કાચની બોટલો રસ્તા પર તોડવાની તેમજ દારૂના નશામાં અભદ્ર, હિંસક અને ગુનાહિત પ્રવૃતિઓ કરવાના બનાવોમાં છેલ્લા અનેક સમયથી વધારો જોવા મળી રહ્યો છે. જેથી પરિવાર સાથે ફરવા આવેલા લોકોને મુશ્કેલી પડે છે. તેમજ જિલ્લા વહીવટીતંત્રને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. દીવ કલેક્ટરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરીને આ જાહેરનામું બહાર પાડ્યું હતું, જે આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે.