ટોપ ન્યૂઝનેશનલ

આ તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, CECએ કરી જાહેરાત

નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે મંગળવારે બપોરે દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi assembly Election)ના કાર્યક્રમની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાહેરાત કરી કે એક જ તબક્કામાં મતદાન થશે, 5 ફેબ્રુઆરીમાં રોજ મતદાન થશે, જેનું પરિણામ 08 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.

EVM સાથે છેડછાડ અશક્ય:
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે EVM એક ફૂલપ્રૂફ ઉપકરણ છે. ઈવીએમમાં વાયરસ પ્રવેશી શકતો નથી. ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે.

EVM પર ઉઠાવવામાં આવેલા સવાલ પર રાજીવ કુમારે કહ્યું કે બેટરી એ જ દિવસે સીલ થઈ જાય છે. મતદાનના દિવસે સીલ તોડવામાં આવશે. સવારે મોક પોલ થાય છે. કોણ આવ્યું અને કોણ ગયું તેનો રેકોર્ડ દિવસભર રાખવામાં આવે છે. ઈવીએમને સ્ટોર રૂમમાં પરત લાવવામાં આવે છે. જો ફોર્મ 17Cમાંથી પ્રાપ્ત થાય તો જ મતગણતરી શરૂ થાય છે.

રાજકીય પક્ષોની તૈયારી:
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાન ચૂંટણી 2025 માટે તેનું પ્રચાર ગીત ‘ફિર લાયેંગે કેજરીવાલ’ લોન્ચ કર્યું. આ દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી આતિશી, પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને અન્ય નેતાઓ પણ હાજર હતા.

સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 48 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યારે ભાજપે માત્ર 29 ઉમેદવારો જાહેર કર્યા છે.

AAPનો દબદબો:
અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી ચોથી વખત સત્તા જાળવવા દમ લગાવી રહી છે, તો ભજપ સત્તા પરીવર્ત થવાના દાવા કરી રહી છે. નોંધનીય છે કે 2015ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 67 બેઠકો મેળવીને જંગી જીત નોંધાવી હતી. ત્યાર બાદ 2020 વિધાનસભા ચૂંટણીમાં, AAPએ 70 માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપને 2015માં માત્ર 3 અને 2020માં માત્ર 8 બેઠક જ મળી હતી.

આ પણ વાંચો…પ્રશાંત કિશોર બેભાન થઇ પડી ગયા! જાણો ગઈ કાલના નાટકીય ઘટનાક્રમ વિષે

દિલ્હીમાં આટલા મતદારો:
દિલ્હી વિધાનસભા ચૂંટણીની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાય છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ સોમવારે મતદારોની અંતિમ યાદી જાહેર કરી, જેમાં કુલ 83 લાખ 49 હજાર 645 પુરૂષ અને 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. થર્ડ જેન્ડરના મતદારોની સંખ્યા 1261 છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button