નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arwind Kejriwal) હાલ તિહાર જેલમાં બંધ છે. તેમની ગેરહાજરીમાં પત્ની સુનીતા કેજરીવાલે (Sunita Kejriwal) રાજકીય બાગડોર પોતાના હાથમાં લીધી છે. સુનીતા કેજરીવાલે જેલમાં તેમના પતિ અરવિંદ કેજરીવાલને મળવા માટે સમય માંગ્યો હતો, પરંતુ તિહાર જેલ (Tihad jail) પ્રશાસને સુનીતા કેજરીવાલને 29 એપ્રિલે એટલે કે આજે તેમના પતિને મળવાની મંજૂરી આપી ન હતી. જેલ પ્રશાસનનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલને સોમ અને મંગળવારે અલગ અલગ પ્રધાનો મળવાના આવવાના છે, તેથી , તેથી સુનીતા કેજરીવાલને મળવાની પરવાનગી આપવામાં આવી નથી.
આમ આદમી પાર્ટીએ (AAP) આરોપ લગાવ્યો છે કે સુનીતા કેજરીવાલ સોમવારે તેમને મળવાના હતા, પરંતુ તિહાર પ્રશાસને મંજૂરી આપી ન હતી. જેલ પ્રશાસને પરવાનગી ન આપવાનું કોઈ કારણ આપ્યું નથી મોદી સરકાર અમાનવીયતાની તમામ હદો પાર કરી રહી છે. આગળ લખવામાં આવ્યું છે કે ‘ચુંટાયેલા મુખ્યમંત્રી સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. મોદી સરકારે દેશની જનતાને જણાવવું જોઈએ કે તે સુનિતા કેજરીવાલને તેમના પતિ અરવિંદ કેજરીવાલને મળવાની પરવાનગી કેમ નથી મળતી.
તિહાર જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી સરકારના પ્રધાન આતિશીને સોમવારે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરશે જ્યારે બીજા દિવસે પંજાબના સીએમ ભગવંત માન અરવિંદ કેજરીવાલને મળવાના છે. આવી સ્થિતિમાં સોમવારે સુનીતા કેજરીવાલને અરવિંદ કેજરીવાલને મળવા દેવાયા નથી. તિહાર પ્રશાસનનું કહેવું છે કે આ બે બેઠકો બાદ સુનીતા કેજરીવાલને મળવા દેવામાં આવશે એટલે કે મંગળવાર પછી સુનીતા કેજરીવાલ જેલમાં અરવિંદ કેજરીવાલને મળી શકે છે.
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ