ટોપ ન્યૂઝ

સુરતના કિમ સ્ટેશન નજીક સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું ડિરેલમેન્ટ, જાનહાનિ નહીં

સુરતઃ ગુજરાત-મુંબઈ રેલવે વ્યવહારને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ આજે સુરતના કિમ રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ છે. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમ જ હાલમાં રાહત કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ખાનગી શાળાની એફિડેવિટ પ્રક્રિયા ઓનલાઈન બનાવાશેઃ શિક્ષણ મંત્રીની જાહેરાત…

સત્તાવાર નિવેદનમાં વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (ટ્રેન નંબર 1905) આજે બપોરે 3.32 કલાકે કિમ સ્ટેશનથી રવાના થઈ ત્યારે પાટા પરથી ઉતરી ગઈ હતી. એન્જિન પાછળ લગાવવામાં આવેલા નોન પેસેન્જર કોચના ચાર વ્હીલ પાટા ઉપરથી ઉતરી ગયા હતા. જોકે, રિસ્ટોરેશન કાર્ય ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર કામ પર દેખરેખ રાખી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button