ટોપ ન્યૂઝનેશનલ

Cyclone Remal એ પૂર્વોત્તરના રાજ્યોમાં તબાહી સર્જી, 33 લોકોના મોત, આસામમાં સ્કૂલો બંધ

નવી દિલ્હી: રેમલ ચક્રવાતએ(Cyclone Remal) ઉત્તર-પૂર્વમાં ભારે  તબાહી મચાવી છે. તોફાનના કારણે પૂર્વોત્તરમાં 33 લોકોના મોત થયા છે. જેમાં એકલા મિઝોરમમાં(Mizoram) 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 10 લોકો લાપતા છે. મેલ્થમમાં પથ્થરની ખાણ ધસી પડતા 14 લોકોના મોત(Death) થયા હતા. જ્યારે આસામમાં રેમલ વાવાઝોડાને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક  લોકો ઘાયલ થયા છે.

 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

મિઝોરમ સરકારે રેમલ વાવાઝોડાને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત આજે શાળાઓ બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તોફાનના કારણે અરુણાચલ પ્રદેશ અને આસામમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઇમ્ફાલમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રેમલ વાવાઝોડાને કારણે આસામ અને ત્રિપુરામાં વીજળી ગુલ થઈ છે અને ઈન્ટરનેટ સેવા પણ બંધ છે.

આસામમાં ભારે વરસાદનું એલર્ટ

ચક્રવાત રેમલના કારણે સર્જાયેલી તબાહીને જોતા આસામના નવ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ  આપવામાં આવ્યું છે. આસામના તમામ જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ રહેશે. ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે પૂર્વોત્તરમાં કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

200થી વધુ મકાનોને નુકસાન

વરસાદ અને પૂરના કારણે નાગાલેન્ડમાં ડોયાંગ ડેમ જળાશયમાં ડૂબી ગયો છે. મેઘાલયના ખાસી પહાડી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે મેઘાલયના સાગરો હિલ્સ વિસ્તારમાં ચક્રવાતી તોફાનથી 200થી વધુ મકાનોને નુકસાન થયું છે.

રેમલ વાવાઝોડાને કારણે ખરાબ હાલત, વૃક્ષો પડી ગયા, મોત થયા

આસામમાં રેમલ ચક્રવાતના પ્રકોપને કારણે ભારે પવન અને  વરસાદ પડતા ભારે નુકસાન થયું હતું. જેના લીધે ચાર લોકોના મોત થયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા. કામરૂપ જિલ્લાના સાતગાંવ વિસ્તારમાં નવજ્યોતિ નગરમાં એક ઘર પર ઝાડ પડતાં 19 વર્ષીય મિન્ટુ તાલુકદારનું મૃત્યુ થયું હતું અને તેના પિતા પણ ઘાયલ થયા હતા. કામરૂપ જિલ્લામાં 60 વર્ષીય મહિલા પર એક ઝાડ પડતા મૃત્યુ થયું હતું.

વાવાઝોડાને કારણે ભારે વરસાદની ચેતવણી

અધિકારીઓનું કહેવું છે કે ભારે પવનને કારણે ગુવાહાટી સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આસામના નીચાણવાળા વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને વિવિધ શહેરોમાં પાણી ભરાઈ જવાના અહેવાલ છે.

ચક્રવાતની અસરના લીધે રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી

જેમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં કામરૂપ (મેટ્રો), ધુબરી, ગોલપારા, કામરૂપ, મોરીગાંવ, નાગાંવ, સોનિતપુર અને દિમા હસાઓનો સમાવેશ થાય છે. ભારતીય હવામાન વિભાગે  ચક્રવાતની અસરના લીધે રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker