ટોપ ન્યૂઝનેશનલ

સાઈકલોન ‘Fengal’ ત્રાટકવા તૈયાર; આ રાજ્યોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

ચેન્નઈ: બંગાળની ખાડીમાં ઉભું થયેલું વાવાઝોડું ફેંગલ (Cyclone Fengal)ની અસર દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. તમિલનાડુ (Tamilnadu) અને પુડુચેરી (Puducherry)ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જે અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં શુક્રવાર અને શનિવારે શાળાઓ બંધ રહેશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે.

જેના કારણે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની વ્યાપક અસરની સંભાવના છે. પુડુચેરીના ગૃહ પ્રધાન એ નમાસિવાયમે અહીંની તમામ શાળાઓમાં આગામી બે દિવસ માટે રજાની જાહેરાત કરી છે.

Also read:‘ફેંગલ’ ચક્રવાતનો ખતરોઃ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાશે

ક્યાં પહોંચ્યું વાવાઝોડું:

ચેન્નાઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં હાઈ પ્રેસર એરિયા બની રહ્યો છે. તે નાગાપટ્ટિનમ દક્ષિણ પૂર્વથી લગભગ 310 કિમી, પુડુચેરી દક્ષિણ પૂર્વથી 410 કિમી અને ચેન્નાઈથી 480 કિમી દૂર છે. તમિલનાડુમાં પ્રસાશને ફેંગલને ધ્યાનમાં રાખીને ચેતવણી જાહેર કરી છે. આ મુજબ નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામતીના ધોરણોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

Cyclone Fengal impact in Tamilnadu and Puducherry, heavy rain forecast
A visual representation of Cyclone Fengal’s path, highlighting its expected impact on Tamilnadu and Puducherry with heavy rain alerts.

આટલી ઝડપે પવન ફૂંકાશે:

હવામાન કેન્દ્રએ બુલેટિનમાં જણાવ્યું હતું કે ચક્રવાત ફેંગલ શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ ઉત્તર,ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. તે આગામી 12 કલાક દરમિયાન સાઈકલોનમાં ફેરવાશે. 30મી નવેમ્બરની સવારની આસપાસ, તે મહાબલીપુરમ વચ્ચે ઉત્તરીય તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. આ સમયગાળા દરમિયાન, પવનની ઝડપ 50-60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 અને 30 નવેમ્બરે તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

Also read:ફેંગલ ચક્રવાતથી ભારે વરસાદનું એલર્ટ, તબાહી મચાવશે વાવાઝોડું…

જેમાં દક્ષિણ આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં 29 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટક તેમજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. NDRFની ટીમ તૈનાત:ઈસરો 23 નવેમ્બરથી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

લોકોની મદદ માટે નેવી, એચએડીઆર અને એસએઆર ટીમો તૈનાત છે. NDRFએ જણાવ્યું હતું કે તેની ટીમે ટીઆર પટ્ટનમ, કરાઇકલમાં સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button