એલર્ટ ! Kutch માં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સજ્જ,

ગાંધીનગર : ગુજરાતમાં કચ્છ(Kutch)પર સર્જાયેલું ડીપ ડીપ્રેશન આજે ચક્રવાતમાં પરિવર્તિત થવાનું છે. તેમજ તેના લીધે અનેક તાલુકાઓમાં તીવ્ર પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે વહીવટીતંત્ર ઝીરો કેજયુલીટીના એપ્રોચ સાથે સતર્ક છે. તેમજ આ અંગે કચ્છ જિલ્લા કલેકટર અમિત અરોરાએ લોકોને સલામત સ્થળો પર રહેવા માટે અપીલ કરી છે.
અબડાસા, માંડવી અને લખપત તાલુકામાં વરસાદનું સંકટ
તેમણે જણાવ્યું છે કે કચ્છમાં હાલ અબડાસા, માંડવી અને લખપત તાલુકામાં ભારે પવન સાથે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. તેથી કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્કૂલ, ધાર્મિક સ્થળ કે વાડીમાં આશ્રય લેવા જણાવાયું છે. તેમણે સ્થાનિક લોકોને જરૂરિયાતમંદને મદદરૂપ થવા પણ અપીલ કરી છે. જેમાં આજે સાંજના 4 વાગ્યા સુધી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ચક્રવાતમાં ફેરવાઈ રહેલાં ડીપ ડિપ્રેશનથી કચ્છ પરેશાન: બેથી અગિયાર ઇંચ વધુ વરસાદ
પ્રતિ કલાક ત્રણ કિલોમીટરની ઝડપ
ડીપ ડિપ્રેશન હાલ ભુજથી 70 કિલોમીટર દૂર નોર્થ ટૂ નોર્થ વેસ્ટ દિશામાં અને નલિયાથી 60 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટ ખૂણે પ્રતિ કલાક ત્રણ કિલોમીટરની ઝડપે ઉત્તર અરબી સમુદ્ર તરફ ગતિ કરી રહ્યું છે.
સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે.