ટોપ ન્યૂઝનેશનલ

I.N.D.I.A. ગઠબંધનની ગાઠો છૂટી રહી છે, આ એક ભૂલ ભારી પડી કે પછી ઘણા કારણો છે?

નવી દિલ્હીઃ આગામી લોકસભા (loksabha) ચૂંટણીમાં ભાજપને પછાડવા વરિષ્ઠ રાજકારણી શરદ પવાર સહિતના નેતાઓએ મહાગઠબંધન રચવાનો નિર્ણય લીધો. તે સમયે અશક્ય લાગતું આ ગઠબંધન જ્યારે થયું ત્યારે સૌને આંચકો પણ લાગ્યો હતો અને ભાજપ (BJP) સિવાયના પક્ષોના સમર્થકોને આશા જાગી હતી. જો આ ગઠબંધન ધાર્યા પ્રમાણે એક સાથે ત્રાટક્યું હોત તો ભાજપ અને સાથી પક્ષો માટે આગામી ચૂંટણી ઘણી અઘરી સાબિત થઈ હોત. પણ જેમ એક સાથે ઘણા બધા બળિયા ટકી શકે નહીં તેમ આ ગઠબંધનની બધી ગાંઠો ધીમે ધીમે છૂટવા વાગી છે.

આજે લગભગ છેલ્લી મહત્વની ગાઠ પણ છૂટી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના અધ્યક્ષ અખિલેશ યાદવે કૉંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવાની ના પાડતા હવે પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હીની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ઈન્ડિયા બ્લોક સંટકમાં જ છે.
ત્યારે આ બંધન કેમ બધાને બાંધીને રાખી ન શક્યું તેના કારણો શોધવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્ય કારણ એક બહાર આવ્યું છે કે બેઠકોની વહેંચણીમાં મુખ્ય પક્ષ કૉંગ્રેસે જે ઢીલાશ દાખવી તેનાથી પ્રાદેશિક પક્ષો અકળાઈ ગયા.


ગઠબંધનમાં સામેલ રાજકીય પક્ષોના ઘણા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે સીટોની વહેંચણીના મામલે સૌથી મોટી બેદરકારી ભારતીય બ્લોકની મુખ્ય પાર્ટી કોંગ્રેસ દ્વારા બતાવવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે પ્રાદેશિક પક્ષો સીટની વહેંચણીની જાહેરાતની રાહ જોતા રહ્યા અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી હતી તેમ તેમ તેઓ ધીમે-ધીમે કાં તો પક્ષ બદલતા ગયા અથવા અલગ થઈને એકલા રાજકીય મેદાનમાં ઉતરવાનું નક્કી કરી નાખ્યું.


ગઠબંધનમાં સામેલ રાજકીય પક્ષોના ઘણા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે સીટોની વહેંચણીના મામલે સૌથી મોટી બેદરકારી ભારતીય બ્લોકની મુખ્ય પાર્ટી કોંગ્રેસ દ્વારા બતાવવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે પ્રાદેશિક પક્ષો સીટની વહેંચણીની જાહેરાતની રાહ જોતા રહ્યા અને જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ તેઓ ધીમે ધીમે કાં તો પક્ષ બદલતા ગયા અથવા અલગ થઈને એકલા રાજકીય મેદાનમાં ઉતર્યા.


આગામી લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં એનડીએ સરકારને પડકારવા માટે દેશના તમામ મુખ્ય રાજકીય પક્ષોએ I.N.D.I.A.નું નિર્માણ તો કર્યું. આ ગઠબંધનમાં વિવિધ રાજ્યોની 26 પાર્ટીઓ જોડાઈ હતી. મહાગઠબંધનમાં સામેલ એક મોટા રાજકીય પક્ષ સાથે જોડાયેલા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે ગઠબંધનનો પાયો ભારતીય જનતા પાર્ટી સામે લડવા માટે નાખવામાં આવ્યો હતો. આ લડાઈ એકસાથે લડવાની હતી. પરંતુ ગયા વર્ષના જૂનથી અત્યાર સુધીમાં મહાગઠબંધનના મુખ્ય ઘટક કોંગ્રેસ દ્વારા બેઠકો અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે જ્યારે અમારે લડવાનું છે ત્યારે એ નક્કી કરવું જોઈએ કે ગઠબંધનમાં સામેલ ઘટક પક્ષો રાજ્યોમાં ચૂંટણી કેવી રીતે લડશે. દરેક બેઠકમાં બેઠકોની વહેંચણી અંગે સતત અવાજ ઉઠાવવામાં આવતો હતો. પરંતુ કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત થઈ શક્યું નથી.


હકીકત તો એમ છે કે કૉંગ્રેસ હજુ પોતાના 60 વર્ષના ઈતિહાસને લઈને ભવિષ્ય તરફ જૂએ છે, પરંતુ વર્તમાનની પરિસ્થિતિનો સ્વીકાર કરતી નથી. પોતે કેન્દ્રમાં જ નહીં, મોટા ભાગના રાજ્યોમાં પણ સત્તા ગુમાવી ચૂકી છે અને ત્રીજીવાર સતત હારનો સામનો કરવાનું પક્ષ માટે ઘણું મોંઘુ સાબિત થશે. ચૂંટણી માથે છે ત્યારે રાહુલ ગાંધી યાત્રા કરવા નીકળી પડ્યા છે. તેમની યાત્રા શરૂ થતાં જ એક પછી એક સાથી પક્ષો બહાર નીકળતા ગયા છે, એટલું જ નહીં તેમના પક્ષના ઘણા મોટા નેતાઓ પણ અન્ય પક્ષમાં જઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણીની તારીખો ગણતરીના દિવસોમાં જાહેર થશે ત્યારે ગઠબંધનમાં કોણ છે કોણ નથી, કોણ કેટલી બેઠક લડશે તે અંગેની કોઈ સ્પષ્ટતા ન હોવાનું નેતાઓ કહી રહ્યા છે. ઘણાએ ભાખ્યું હતું કે આ સંઘ કાશીએ નહીં પહોંચે ત્યારે હવે કૉંગ્રેસ અને સાથીપક્ષોએ તેમની વાત ખોટી સાબિત કરવી હોય તો અત્યારથી જ મહેનત અને આયોજન કરવાની શરૂઆત કરી દેવી જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે