આપણું ગુજરાતટોપ ન્યૂઝ

મિની વિધાનસભાની જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ આજે

અમદાવાદઃ કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણી જેટલી જ મહત્વની ચૂંટણી ગ્રામ-પંચાયતો અને નગરપાલિકાની હોય છે. રોજબરોજના મુદ્દે જેમણે જનતાની જવાબદારી લેવાની છે તે પક્ષ અને નેતાઓની ચૂંટણી કરવાનો આ મોકો હોય છે. જોકે ગુજરાતની જનતાએ તાજેતરમાં યોજાયેલી પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં જોઈએ તેટલું મતદાન કર્યું નથી, તેથી આજની ગણતરી બન્ને મુખ્ય રાજકીય પક્ષો માટે મહત્વની બની રહી છે.

ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીના મતદાનની આજે ગણતરી છે. આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓના પરિણામની ગણતરી શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે.

આ ચાર નગરપાલિકાઓમાં પરિણામ પહેલા ચિત્ર સ્પષ્ટ

ચૂંટણી પહેલા જ અમુક નગરપાલિકાઓનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું. ચાર નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ ચાર નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપે ચાર નગરપાલિકામાં ભગવો લહેરાવી દીધો છે. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી. જેથી આજની ગણતરી વિપક્ષ કોણ અને કેટલી તાકાત તેના પાસે છે તે જ જોવાનું બાકી છે.

Also read: Gujarat વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી,  20મીએ બજેટ રજૂ કરાશે

ગ્રામ પંચાયતોમાં વધારે મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. કુલ 68 નગરપાલિકામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ પાલિકામાં અંદાજે 43 ટકા જેટલું મતદાન થયું છે. કુલ ત્રણ તાલુકા પંચાયતમાં પણ અંદાજે 66 ટકા આસપાસ મતદાન થયું છે. જોકે મતદારોએ જોઈએ તેવો ઉત્સાહ બતાવ્યો નથી, અને રાજકીય પક્ષોને નિરાશ કર્યા હતા.

આ પરિણામો જાણવા માટે જાડોયેલા રહો મુંબઈ સમાચાર સાથે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button