ટોપ ન્યૂઝનેશનલ

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું! બિહારની કોર્ટમાં ફરિયાદ દાખલ; જાણો શું છે મામલો

નવી દિલ્હી: આ વર્ષે બજેટ સત્રની શરૂઆત વિવાદ સાથે થઇ હતી, શુક્રવારે સત્રના પહેલા દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અભિભાષણ (Presidential address in Parliament) આપ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી(Sonia Gandhi)એ મીડિયા સમક્ષ વાત કરતા અભિભાષણ પર કરેલી ટીપ્પણીઓ અંગે વિવાદ સર્જાયો છે. હવે આ બાબતે સોનિયા ગાંધી સામે ફરિયાદ નોંધવામાં આવી છે, તેમના પર રાષ્ટ્રપતિનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મુઝફ્ફરપુરની કોર્ટમાં ફરિયાદ:
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘Poor Thing’ કહ્યા હતાં, આ બદલ સોનિયા ગાંધી વિરુદ્ધ શનિવારે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની એક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મુઝફ્ફરપુરના વકીલ સુધીર ઓઝાએ આ ફરિયાદ નોંધાવી હતી, જેમાં રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ FIR નોંધવા માટે નિર્દેશ આપવા કોર્ટને માંગ કરવામાં આવી હતી.

સર્વોચ્ચ બંધારણીય હોદ્દાનું અપમાન!
અરજદારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના નામ પણ સહ-આરોપી તરીકે રાખ્યા છે અને તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં ફરિયાદ નોંધાવ્યા બાદ વકીલે પત્રકારોને જણાવ્યું હતું કે, “સોનિયા ગાંધીએ ‘Poor Thing’ ટિપ્પણી કરીને રાષ્ટ્રપતિ મુર્મુનું અપમાન કર્યું છે. આ દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દાનું અપમાન છે. તેમની સામે ભારતીય દંડ સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવો જોઈએ.”

આ પણ વાંચો : સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને કહ્યું, Poor Lady, ભાજપ થયું લાલઘૂમ

કોર્ટ આ કેસની સુનાવણી 10 ફેબ્રુઆરીએ કરશે.

સોનિયા ગાંધીએ શું કહ્યું હતું?
સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પછી, ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું, “રાષ્ટ્રપતિ અંત સુધી ખૂબ થાકી ગયા હતા, તેમને બોલવામાં પણ તકલીફ થઇ રહી હતી, પુઅર થિંગ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button