ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

જય હો: સોમાલિયા નજીક કાર્ગો શિપમાંથી નેવીના કમાન્ડોએ ભારતીય ક્રૂને છોડાવ્યાં

નવી દિલ્હી/મોગાદિશુઃ સોમાલિયા નજીક હાઈજેક કાર્ગો શિપ પરથી ભારતીય ક્રૂને બચાવવામાં નૌકાદળના કમાન્ડોને સફળતા મળી હતી. હાઈજેક કાર્ગો શિપ એમવી લીલા નોરફોક નજીક નૌકાદળનું યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઈ પહોંચીને કમાન્ડો મારફત મજબૂત કાર્યવાહી કરી હતી. શિપ પર ઊતર્યા પછી મરીન કમાન્ડોએ બંધક બનાવવામાં આવેલ ભારતીય ક્રૂને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કાર્ગો શિપ પરથી અત્યાર સુધીમાં કોઈ મળ્યું નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

લશ્કરના અધિકારીના જણાવ્યાનુસાર જહાજ પરના સવાર ભારતીય ક્રૂ સહિત અન્ય લોકો સુરક્ષિત છે. મરીન કમાન્ડોસ માર્કોસ ઓપરેશન માટે કામગીરી હાથ ધરી હતી. લાઈબેરિયાના રાષ્ટ્રધ્વજવાળા જહાજ પર 15 ભારતીય ક્રૂ મેમ્બર હતા, જ્યારે કમાન્ડોઝ દ્વારા સેનિટાઈઝેશન ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.

શિપને હાઈજેક કરવાની જાણકારી મળ્યા પછી ભારતીય નૌકાદળ સક્રિય બન્યું હતું, ત્યારબાદ નેવીએ પોતાના યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઈને રવાના કરવામાં આવ્યું હતું. ગુરુવારે સાંજના આ હાઈજેક કરવાની માહિતી મળી હતી, જ્યારે હાઈજેક કરનારું શિપ લાઈબેરિયાનું હતું. આ જહાજ બ્રાઝિલથી બહેરિન જતું હતું.

નૌકાદળના પ્રવક્તાએ કહ્યું હતું કે નૌકાદળે અરબ સાગરમાં હાઈજેક કરવામાં આવ્યા પછી યુકેએમટીઓ પોર્ટલ પર મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં પાંચથી છ અજાણ્યા શસ્ત્રધારી લોકો જહાજમાં સવાર હતા. ઉલ્લેખનીય છે કે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) દ્વારા આ ઘટનાને સમર્થન આપ્યું હતું, જે એક બ્રિટિશ આર્મી સંસ્થા છે. આ મિલિટરી સંસ્થા દરિયાની વિવિધ ગતિવિધિ પર નજર રાખે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button