અમદાવાદઃ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની અસર ગુજરાત પર થઈ રહી છે. ગુજરાતમાં બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ મુદ્દે કરી મોટી આગાહી, શિયાળુ પાકને નુકસાન થઈ શકે
શું કહ્યું હવામાન વિભાગે?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આજથી ત્રણ દિવસ વીજળીના કડાકા સાથએ હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. બીજા દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ માવઠાની આગાહી છે. જ્યારે આ દિવસ દરમિયાન ગાજવીજ વરસાદ સાથે કરા પડવાની પણ આગાહી છે.
આ દરમિયાન પવનની ગતિ 30થી 40 પ્રતિ કલાકની આસપાસ રહેશે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાનું પણ અનુમાન લગાવામાં આવ્યુ છે. ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટે તેવું અનુમાન છે.
માવઠાની આગાહી
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 26મી ડિસેમ્બર ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી આપાવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતની 680 યોજનાઓની માહિતી એક જ પોર્ટલ પર મળશેઃ ભૂપેન્દ્ર પટેલે ‘પોર્ટલ’ લોન્ચ કર્યું
27 ડિસેમ્બરે વરસાદી આગાહી
જ્યારે 27મી ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની અગાહી આપવામાં આવી છે. જ્યારે 28મી ડિસેમ્બરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.