Diwali 2024: દેશમાં દિવાળીના પર્વની શરૂઆત થઈ ચુકી છે. આવતીકાલે દિવાળી ધામધૂમથી ઉજવવામાં આવશે. છેલ્લા થોડા વર્ષોથી દિવાળી અને ધનતેરસ પર ચાઈનીઝ પ્રોડક્ટ્સની માંગ ભારતીય બજારોમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સની માંગ સતત ઘટી રહી છે. ડેકોરેટિવ આઈટમનું વેચાણ પહેલાની તુલનાએ ઘટ્યું છે. ચાઈનીઝ પ્રોડક્ટ્સની માંગ ઓછી હોવાથી આયાત સતત ઘટી રહી છે, જ્યારે ઘરેલું વસ્તુનું વેચાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો : માલદીવ્ઝ નહીં પણ આ દેશ બન્યો Diwali Vacationમાટે ભારતીય પર્યટકોની પહેલી પસંદ…
ફોર લૉકલ અભિયાનની જોવા મળી રહી છે અસર
દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લૉકલ અભિયાનની હવે અસર જોવા મળી રહી છે. ચાઈનીઝ સામાનનું વેચાણ સતત ઘટી રહ્યું છે. આ વર્ષે મોટાભાગના લોકો દિવાળી પર સ્વદેશી સામાન વધારે ખરીદી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ સજાવટ માટે મેડ ઈન ઈન્ડિયા લોકોની પ્રથમ પસંદગી છે.
એક અંદાજ મુજબ દિવાળી પર ચાઈનીઝ આઈટમના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે ચીનને આશરે 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અનેક વર્ષોથી દિવાળી પર ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કુંભાર પાસેથી માટીના દીવા અને સજાવટનો સામાન ખરીદીને લોકો વોકલ ફોર લૉકલ અભિયાનને આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Diwali પૂર્વે મોંધવારીનો માર, અમદાવાદમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલબ્રિજની એન્ટ્રી ફીમાં તોતીંગ વધારો
વેપારી સંગઠનોએ પણ કરી હતી અપીલ
વિવિધ વેપારી સંગઠનોએ પણ કુંભાર, હસ્તકલાના કારીગરો પાસેથી દિવાળીનો સામાન ખરીદીને તેમના વેચાણમાં વધારો કરવાની અપીલ કરી હતી. જેથી લોકોમાં જાગૃતિ વધી રહી છે અને ઘરેલું પ્રોડક્ટ્સને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેનાથી ચીનને આશરે 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય પરંપરામાં દિવાળી અને ધનતેરસ પર ધૂમ ખરીદી કરવામાં આવે છે. લોકો સોના-ચાંદીના ઘરેણા અને અન્ય વસ્તુઓ, વાહન, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ, મોબાઈલ ખરીદતાં હોય છે. આ વર્ષે સોના, ચાંદી ઉપરાંત પિત્તળના બનેલા વાસણની જબરદસ્ત ખરીદી થઈ છે. ચાલુ વર્ષે આશરે 2500 કરોડ રૂપિયાની ચાંદીની ખરીદી થઈ છે, જ્યારે એક દિવસમાં 20 હજાર કરોડનું સોનું વેચાયું છે.