નવી દિલ્હી : જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી ભાટ્ટીની ખંડપીઠે પોતાના નિર્ણયમાં ચાર્જશીટ દાખલ કરવા સંબંધિત પ્રક્રિયાગત સ્પષ્ટતા જણાવતા કહ્યું કે, ચાર્જશીટની તમામ કોલમોમાં સ્પષ્ટ અને સંપૂર્ણ પ્રવેશ હોવો જોઈએ કે જેથી અદાલત સરળતાથી સમજી શકે કે ગુનેગારે શું અપરાધ કર્યો છે અને અપરાધમાં કોની ક્યા, કેટલી અને શું ભૂમિકા રહી છે.
સુપ્રીમ કોર્ટે ફોજદારી કેસોમાં ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયા પર મહત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે તપાસ એજન્સીની ચાર્જશીટમાં પુરાવાની પ્રકૃતિ અને ધોરણો એટલા મજબૂત અને સ્પષ્ટ હોવા જોઈએ કે પુરાવાની ઉપસ્થિતિ થતા જ ગુનાની સાબિતી મળી જવી જોઈએ. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી ભાટ્ટીની ખંડપીઠે એક વિવાદીત સંપતિના કેસમાં વિવિધ પક્ષો દ્વારા કરાયેલી અરજીઓ બાદ આ મુદ્દાનું નિવારણ કાર્ય બાદ કોર્ટે આ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી.
ઉત્તર પ્રદેશમાં દાખલ કરવામાં આવેલી આ ફોજદારી ફરિયાદોમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્રના આરોપો પણ હતા. અલ્હાબાદ હાઈકોર્ટે કેસમાં એફઆઈઆર અને મેજિસ્ટ્રેટના સમન્સને રદ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આખરે જેની મિલકત પર લડાઈ ચાલી રહી હતી તે મૃતકના પુત્રો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને મંજૂરી આપી હતી. અન્ય આરોપીઓને પણ ધરપકડ પૂર્વ જામીન માટે અરજી કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેના માટે જારી કરાયેલ સમન્સ ઓર્ડરને નવા નિર્ણય માટે મેજિસ્ટ્રેટને મોકલવામાં આવ્યો હતો.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી ભાટ્ટીની ખંડપીઠે પોતાના નિર્ણયમાં ચાર્જશીટ દાખલ કરવા સંબંધિત પ્રક્રિયાગત સ્પષ્ટતા જણાવતા કહ્યું કે, ચાર્જશીટની તમામ કોલમોમાં સ્પષ્ટ અને સંપૂર્ણ પ્રવેશ હોવો જોઈએ કે જેથી અદાલત સરળતાથી સમજી શકે કે ગુનેગારે શું અપરાધ કર્યો છે અને અપરાધમાં ગુનેગારની ક્યા, કેટલી અને શું ભૂમિકા રહી છે.આથી ગુનામાં ગુનેગારની ભૂમિકાને અલગથી સ્પષ્ટ રૂપથી અને યોગ્ય માળખામાં દર્શાવવું ખુબ જ જરૂરી બની જાય છે. તપાસ એજન્સી સમક્ષ આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનો અને સંબંધિત દસ્તાવેજો સાક્ષીઓની યાદી સાથે જોડવાના રહેશે.
તેમણે કહ્યું કે જ્યારે કેસ વધુ અથવા પાછળના પુરાવા પર નિર્ભર નથી ત્યારે ચાર્જશીટ પૂર્ણ છે. ટ્રાયલ પુરાવા અને ચાર્જશીટ સાથે રેકોર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીના આધારે હાથ ધરવામાં આવવી જોઈએ. આ ધોરણ અતિશય તકનીકી અથવા મૂર્ખતાપૂર્ણ નથી, પરંતુ વિલંબ તેમજ લાંબી કેદને કારણે નિર્દોષ લોકોને હેરાનગતિથી બચાવવા માટે વ્યવહારુ માર્ગ પણ છે. ચાર્જશીટમાં તમામ કોલમમાં સ્પષ્ટ અને સંપૂર્ણ એન્ટ્રીઓ હોવી જોઈએ જેથી કોર્ટ સ્પષ્ટપણે સમજી શકે કે કયા આરોપીએ કયો ગુનો કર્યો છે.