ટોપ ન્યૂઝનેશનલ

આગામી 1 જૂનથી ગેસના સિલન્ડરથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ સંલગ્ન થશે આ ફેરફારો….

નવી દિલ્હી : મે મહિનો તેના અંતિમ દોરમાં છે, હવે ત્રણ દિવસના અંતે જૂન મહિનો શરૂ થવાનો છે. જૂન મહિનાની શરૂઆતમાં 1 તારીખથી દેશમાં અમુક નિયમોને (Rule Change From 1st June ) લઈને આ બદલાવો થવાના છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. આગામી દિવસોમાં દેશમાં એલપીજી ગેસના સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડને લઈને અમુક નિયમોમાં ફેરફાર થવાનો છે.

પ્રથમ બદલાવ :
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપની એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરતી હોય છે. 1 જૂન 2024ના રોજ સવારે નવા ભાવ જાહેર કરશે. થોડા દિવસો પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરને લઈને ભાવમાં ફેરફાર થયો હતો, જ્યારે 14 કિલોગ્રામ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ભાવ વધારો જોવા નહોંતો મળ્યો. ચૂંટણીના પરિણામો પહેલા લોકોને ગેસના સિલિન્ડરની કિંમતમાં રાહતની લોકોને આશા છે.

બીજો બદલાવ :
LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર સાથે, ઑઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવમાં પણ ફેરફારો કરે છે. તેમની નવી કિંમતો પણ પહેલી તારીખે જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 

ત્રીજો બદલાવ :
SBI ક્રેડિટકાર્ડ માટેના નિયમો પણ આગામી 1 જૂનથી બદલાઈ રહ્યા છે. એસબીઆઇ કાર્ડ મુજબ, જૂન 2024 થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે સરકારી સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં. જેમાં સ્ટેટ બેન્કના ઓરમ (AURUM), એસબીઆઇ કાર્ડ એલિટ (SBI Card ELITE), એસબીઆઇ કાર્ડ એલિટ એડવાન્ટેજ (SBI Card ELITE advantage) તેમજ SBI કાર્ડ પલ્સ, SimplyCLICK SBI કાર્ડ, SimplyClick એડવાન્ટેજ SBI કાર્ડ (SBI Card PRIME) અને SBI કાર્ડ પ્રાઇમ (SBI કાર્ડ પ્રાઇમ)નો સમાવેશ થાય છે. 

ચોથો બદલાવ :
આગામી જૂનમાં સૌથી મોટો બદલાવ ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને આવી શકે છે. અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જે ટેસ્ટ RTO અને તેની માન્યતા પ્રાપ્ત સેન્ટર પર જ કરવામાં આવતા હતા. જ્યારે આગામી જૂનથી આ ટેસ્ટ માટે પ્રાઇવેટ ઇન્સ્ટીટ્યુશન (ડ્રાઇવિંગ સ્કૂલ)માં પણ આ ટેસ્ટ આપી શકાશે. આ ટેસ્ટ પણ એ જ સેન્ટર પર આપી શકાશે કે જેને RTO દ્વારા માન્યતા પ્રાપ્ત હોય. જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે તો 25000નો દંડ તો થશે જ પણ સાથે જ હવે 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહીં મળી શકે.

પાંચમો બદલાવ :
ખૂબ જ મહત્વનો અન્ય એક બદલાવ 14 જૂનથી આવવાનો છે. કારણ કે યુઆઈડીએઆઈ (UIDAI) દ્વારા આધાર કાર્ડ (Aadhar Card) ફ્રી અપડેટ કરવાની સમયમર્યાદા વધારીને 14 જૂન સુધી કરી દેવામાં આવી છે. જો કે આ સમયમર્યાદાને આની પહેલા પણ ઘણી વખત આગળ વધારવામાં આવી છે. જો કે આ સમયમર્યાદા બાદ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button