ઝારખંડના રાજકારણમાં ઉથલ પાથલ, આજે ચંપાઈ સોરેન શપથ લેશે તો હેમંતની અરજી પર કોર્ટમાં સુનાવણી | મુંબઈ સમાચાર

ઝારખંડના રાજકારણમાં ઉથલ પાથલ, આજે ચંપાઈ સોરેન શપથ લેશે તો હેમંતની અરજી પર કોર્ટમાં સુનાવણી

ઝારખંડમાં સીએમ હેમંત સોરનની ઇડીના સમન્સ બાદ છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે. ત્યારે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન સીએમ બનશે એવી ચર્ચાઓ વચ્ચે ચંપાઈ સોરેન આજે ઝારખંડના સીએમ તરીકે શપથ લેશે. જો કે હજુ આ વિશે વધારે કોઈ સ્પષ્ટતા થઈ નથી. કારણકે સીએમ બન્યા બાદ તેમણે 10 દિવસમાં વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી સાબિત કરવી પડશે. ચંપાઈ ગુરુવારે રાત્રે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય આલમગીર આલમે જણાવ્યું હતું કે ચંપાઈ શુક્રવારે જ શપથ લેશે. તેમણે કહ્યું હતું કે અત્યારે અમે બધા નેતાઓ જાતે જ નક્કી કરીશું કે શપથવિધિ કયા સમયે થશે. નોંધનીય છે કે ઝારખંડમાં ગુરુવારે દિવસભર રાજકીય ડ્રામા ચાલ્યો હતો. રાજ્યપાલે 5 ધારાસભ્યોને સાંજે 5:30 વાગ્યે મળવા બોલાવ્યા હતા જેમાં ચંપાઈ સોરેનને પણ બોલાવ્યા હતા. તે સમયે રાજ્યપાલે શપથ ગ્રહણ માટે કોઈ બાબતનો ઉલ્લેખ કર્યો નહોતો. ત્યારબાદ જેએમએમ અને ગઠબંધનના તમામ ધારાસભ્યોને હૈદરાબાદ પહોંચ્યા હતા.

એક બાજુ ચંપાઈ સોરેનના શપથ ગ્રહણ યોજાશે તો બીજી બાજુ ED હેમંત સોરેનને આજથી રિમાન્ડ પર લે તેવી શક્યતા છે. આ ઉપરાંત આજે SCમાં હેમંત સોરેનની અરજી પર પણ સુનાવણી પણ થવાની છે.

હેમંત સોરેનના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અને મની લોન્ડરિંગ કેસમાં બુધવારે રાત્રે ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચંપાઈ સોરેન JMM ધારાસભ્ય પક્ષના નવા નેતા બન્યા હતા.

Back to top button