
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ભાજપ આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ પણ આદેશનો સ્ક્રીનશોટ શેર કર્યો અને કહ્યું કે 58 વર્ષ પહેલા આપવામાં આવેલ ગેરબંધારણીય નિર્દેશ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે વિરોધ વ્યક્ત કર્યો
કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે 9 જુલાઈના રોજ કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ પણ શેર કર્યું હતું, જે RSS પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી સાથે સંબંધિત છે. ઉપરોક્ત આદેશમાં જણાવાયું છે કે, ‘ઉપરોક્ત સૂચનાઓની સમીક્ષા કરવામાં આવી છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે 30 નવેમ્બર 1966 25 જુલાઈ 1970 અને 28 ઓક્ટોબર 1980ના સંબંધિત ઓફિસ મેમોરેન્ડમમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉલ્લેખ દૂર કરવામાં આવે.
વડા પ્રધાન અને આરએસએસ વચ્ચેના સંબંધોમાં ખટાશ
રમેશે કહ્યું, ‘4 જૂન, 2024 પછી વડા પ્રધાન અને આરએસએસ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. 9 જુલાઈ, 2024 ના રોજ, 58 વર્ષ જૂનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો, જે અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પણ લાગુ હતો.
ગેરબંધારણીય આદેશને મોદી સરકારે પાછો ખેંચી લીધો
કોંગ્રેસ નેતાએ આ વાત આરએસએસના ખાખી શોર્ટ્સના યુનિફોર્મ તરફ ઈશારો કરતા કહ્યું હતું, જેને 2016માં બ્રાઉન ટ્રાઉઝરથી બદલવામાં આવ્યું હતું. 9 જુલાઈના આદેશને ટેગ કરતા ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે, ’58 વર્ષ પહેલા 1966માં જાહેર કરાયેલા ગેરબંધારણીય આદેશને મોદી સરકારે પાછો ખેંચી લીધો છે.